પાટણા ગામ ખાતે અમદાવાદ અમરેલી હાઇવે સ્થાનિક ગામ લોકો દ્વારા કરાયો ચક્કાજામ સમસ્ત ગામ લોકો આવી બેઠા રોડ પર, પાટણા (ભાલ) ગામના લોકો પાણી માટે પોકારી ચૂક્યા છે ત્રાહીમામ હવે પીવાનાં પાણી ની મુશ્કેલી ની લોકો વારંવાર રજૂઆત કરી ને થાક્યા બાદ રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામ કરી પાણી માટે સુત્રોચ્ચાર પોકાર્યા હતા.
વલ્લભીપુર તાલુકાના છેવાડે આવેલું પાટણા (ભાલ) ગામ જ્યાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી આપવામાં નથી આવતું હજુ થોડા સમય પહેલાં જ પાણી ની મુખ્ય પાઈપ લાઈન માં વાલ્વ લીકેજ માંથી થોડું પાણી મળતું હતું તે પણ તંત્ર દ્વારા બંદોબસ્ત સાથે આવીને બંધ કરી દેવામાં આવ્યું જેનાં લીધે સ્થાનિક પાટણા ગામ ના લોકો પીવાનાં પાણી માટે વલખા મારી રહ્યા છે. પાટણા ગામના સરપંચ થી લઈ સમગ્ર ગ્રામ વાસીઓ પાણી ની માંગ માટે અલગ અલગ કચેરીઓના ધક્કા ખાઈ ચૂક્યા છે જે કચેરી માં રજૂઆત કરવા જાય ત્યાં આગળની કચેરી માં રજૂઆત કરવાનું સૂચન કરાય છે ત્યારે ગઈ કાલે જ બરવાળા ખાતે ની પાણી પુરવઠા ની કચેરી પર સમગ્ર ગામના લોકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં પાણી નહીં મળે તો આંદોલન થી લઈ આત્મવિલોપન સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જ્યારે આજે સવારના સમગ્ર ગામ લોકો અમદાવાદ ભાવનગર અમરેલી મુખ્ય હાઇવે પર આવી રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો તેમજ માટલા ઓ ફોડી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જ્યારે મહિલાઓ અને બાળકો દ્વારા હાથ માં પાણી ની માંગ સાથે ના ” જળ એજ જીવન” ” અમને પાણી આપો” “પાણી વિના જીવન કેમ ચાલશે” બેનરો દેખાડવામાં આવ્યા હતા અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને જો તંત્ર દ્વારા ટૂંક સમયમાં પાટણા ગામને પીવાના પાણી ની સુવિધા પૂરી નહીં પાડવામાં આવે તો આગામી દિવસોમાં વધારે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.