સ્વચ્છતા અંગે લોકોએ જાગૃતિ લાવવી ખુબજ જરૂરી છે : મેયર નિમુબેન

793
bvn1312018-7.jpg

ભાવનગર શહેર સુંદર સ્વચ્છ અને રળીયામણું બની રહે તે માટે લોકોએ સ્વચ્છતા અંગે જન જાગૃતિ રાખવાની ખુબ જરૂરી છે તેમ આજે મેયર નિમુબેન બાંભણીયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું. 
સ્વચ્છતા સર્વેક્ષણ ર૦૧૮ માટે શહેરનું સર્વેક્ષણ કાર્યની સમજણ આપવા મેયર નિમુબેન બાંભણીયાએ એક પત્રકાર પરિષદ યોજી ઉપર પ્રમાણેની વિગ્ત જણાવી હતી. પત્રકાર પરિષદમાં કમિશ્નર મનોજ કોઠારી, આરોગ્ય કમિટીના ચેરપર્સનલ કિર્તિબેન દાણીધારીયા, નેતા યુવરાજસિંહ ગોહિલ, ગીતાબેન બારૈયા અને ગીતાબેન વાજા, હાજર રહયા હતા. સ્ટેન્ડીગ કમિટી ચેરમેન સુરેશ ધાંધલ્યા ગેર હાજર રહયા હતા. સેવા સદન દ્વારા સ્વચ્છતા અંગે શહેરીજનોમાં જન જાગૃતિ આવે તે માટે મેયરે ભાર આપતા કહયુ હતુ કે હાલમાં શહેરનો ૪૮મો ક્રમ છે તેને આગળ લઈ જવા સતત પ્રયત્નશીલ રહેવા લોકોને અપિલ કરી હતી.
 સર્વેક્ષણ કરવા ટીમ તા.૪-૧-૧૮થી ૧૦-૩ સુધીમાં આવનાર છે તે માટે સહકાર આપવા જણાવેલ. સ્વચ્છતા મુદ્દે ૧૪૦૦૦ ડાઉનલોડ થયાની વાત કહેવાય હતી, મેયરે પ્લાસ્ટીકના દુષણ અંગે તંત્ર દ્વારા લેવાઈ રહેલા કડક પગલાઓની વાત કરી હતી. જો કે મેયરે યોજેલી પત્રકાર પરિષદમાં પત્રકારો દ્વારા ગંદા કચરાની કેટલીક ફરિયાદો કરતા કમિશ્નરે આવી ફરિયાદો દુર કરવાના તંત્ર દ્વારા સદ્યન પગલાઓ લેવાઈ રહયાની વાત જણાવેલ. ગામ તળાવ આજુબાજુ ખુબ દુર્ગધ આવે છે તેવી કરેલી ફરિયાદ મુદ્દે નેતા યુવરાજસિંહ ગોહિલે તરત ફોન કરી આવુ કેમ ફરિયાદો અમારા સુધી આવે છે તેનો નિકાલ કરો. ફરિયાદો પછી કમિશ્નરે કે સ્વચ્છતાના કામ માટે બધાનો સહકાર જોવે એકલુ તંત્ર કાંઈ ન કરી શકે આવી સ્પષ્ટ વાત કરી તંત્ર લોક ફરિયાદો ઉકેલવાની દિશામાં સતત જાગૃતિ દાખવી રહયાનું કહયુ હતુ.
આજની પત્રકાર પરિષદમાં સફાઈ મુદ્દે ઠીક-ઠીક ફરિયાદોનો મેયરે સામનો કરવો પડે તેવી સ્થિતી સર્જાય હતી.

Previous articleબંધનો ફિયાસ્કો, શાળાઓ શરૂ રહી
Next articleસિદ્ધપુર- લણવાની સભાઓમાં શરતોનો ભંગ કરવા બદલ હાર્દિક સામે વધુ એક ફરિયાદ