રાજુલા નજીક જાંપોદર ગામ પાસે ગત મોડી રાત્રીએ પાંચ વાહનોનો વિચિત્ર અકસ્માત

2865

આજે વહેલી સવારે રાજુલા પાસે ૩ કિલોમીટર દુર એક ગંભીર અકસ્માત થવા પામેલ આ અકસ્માત ખુબ જ નવાઇ પમાડે તેવો બનવા પામ્યો છે ને આ અકસ્માતમાં પોલીસ પણ ચકરાવે ચડી હોવાનું જાણવા મળે છે. એક સાથે પાંચ વાહનનું અકસ્માત. આ ઘટના એવી છે કે વહેલી સવારે રાજુલાનો પરિવાર અમદાવાદથી રાજુલા આવી રહ્યો હતો ત્યારે જાપોદર ગામ પાસે એક ગાય બચાવવ જતા તેમની ફોર વ્હિલ ગાડી પલટી મારી જાવા પામેલ સદ્દનસીબે કોઇને વાગેલ નહોતું. પરંતુ આ ગાડી ખાડામાં ગઇ હોવાથી ત્યાં નીકળેલ મોટર સાયકલમાં જે યુવાનો નીકળ્યા હતા તે સેવા માટે ઉભા રહેલ અને ફોર વ્હીલ માંથી સામાન ઉતારવામાં મદદ કરવા લાગ્યા. આ અરસામાં એક ટ્રક નીકળ્યો તે પણ રાજુલાનો હોવાથી મદદ કરવા માટે ઉભા રહેલ ત્યારે રાજુલાવાળાની જે ફોર વ્હીલ ગાડી હતી તેમને તેમના પરિવાર માટે રાજુલાથી બીજી ફોર વ્હીલ ગાડી મંગાવેલ જે આવી જતા તેમના પરિવારને લેવા માટે ટ્રકની આગળના ભાગે પાર્કિંગ કરેલ. આ તમામ ઘટનામાં કોઇ જાનહાની ન હતી. પરંતુ આ લોકો તેમના પરિવારને સમાન ફેરવતા હતા ત્યારે પાર્કિંગ કરેલ ટ્રક કે જે સેવા કરવા ઉભા રહેલા તેની પાચળ પીપાવાવનું ટ્રેલર ફુલ ઝડપથી આવતા પાર્કિંગ ટ્રક સાથે અથડાતા પાર્કિંગ ટ્રક જે ફોર વ્હીલ ગાડી તેમના પરિવાર માટે મંગાવેલ તેની સાથે અથડાતા તે ફોરવિલ ગાડી પાછી ખાડામાં જાવા પામેલ તેમજ જે મોટર સાયકલ વાળા હતા તે પણ અથડાયા જેમાં રાજુલા રેઇનબો સોસાયટીમાં રહેતા સરળ સ્વભાવનાં પૂંજાભાઇ બેપારીયાનો એકનો એક પુત્ર ગૌતમભાઇ પૂંજાભાઇ બેપારીયા (ઉ.વ.૨૧)નું ઘટના સ્થળે જ મોત અને તેમની સાથે જ રહી અકસ્માત થયેલ ફોર વ્હીલ ગાડીવાળા વ્યક્તિઓ માટે સેવા બજાવી રહેલ ૩ યુવાનો ઉપર પણ પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે પાછળથી અથડાવી ગંભીર ઇજા ઓ સાથે ૧૦૮  તાત્કાલીક આવી જતા તેઓને મહુવા દાખલ કરેલ જેની હાલત પણ નાજુક હોય આવા એક જ સ્થળે પાંચ પાંચ વાહનોનો વિચિત્ર અકસ્માતમાં સેવા બજાવી રહેલા કાઠી ક્ષત્રીય યુવાન ગૌતમભાઇનું મોત થતા સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજમાં શોકનું મોજુ ફરી વળતા અરેરાટી ભર્યો માહોલ સર્જાયો છે.

Previous articleદેસાઇનગરનાં કોમ્પલેક્ષમાં થયેલી ચોરીનો આરોપી મુદ્દામાલ સાથે ઝબ્બે
Next articleહનુમાન ચરિત્રના વક્તા બ્રહ્મા અને શ્રોતા બ્રહ્મ છે-મોરારીબાપુ