હનુમાન ચરિત્રના વક્તા બ્રહ્મા અને શ્રોતા બ્રહ્મ છે-મોરારીબાપુ

986

રવાન્ડાના કીગાલી શહેરમાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે નવપલ્લવિત થઈ રહેલી પૂજ્ય મોરારીબાપુ ની અમૃતવાણી ની રામકથા આજે સપ્તમદિને સીતાસ્વયંવર અને રામ લગ્નોત્વથી વિરામ પામી.

પૂજ્ય મોરારિબાપુએ છઠ્ઠા દિવસે કીગાલી શહેરમાં આવેલા સનાતન હિન્દુ મંદિર કે જ્યાં તમામ હિન્દુ દેવ-દેવીઓની મૂર્તિઓ સ્થાપિત છે. ત્યાં વેદ નારાયણ ,વાલ્મિકી રામાયણ ,શ્રીમદ્‌ ભગવદ્ગીતા અને રામચરિતમાનસની પધરામણી કરવાની નેમ ,ભાવ વ્યક્ત કરેલો .જેને તાકીદે મૂર્તિમંત કરવા બદલ પ્રસન્નતા વ્યક્ત કરી .સીતાત્યાગ , પૂર્ણ પુરુષોત્તમ ની ઈચ્છા વાલ્મિકી આશ્રમમાં જાનકીજીને ત્યા રાખવાની હતી.પુરુષોત્તમની નિંદા ન થાય. હનુમાનજીનુ અયોધ્યા આગમન વગેરે પ્રસંગો સાથે રાગ ભૈરવી થી કથા સંપન્ન થઇ હતી.

સાતમા દિવસની કથામાં  હનુમાન તત્વની વિશદ છણાવટ કરવામાં આવી .બાપુએ કહ્યું કે “હનુમાન ચરિત્ર પ્રવક્તા જાંબુવંત છે .હનુમાન ચરિત્ર ના વક્તા બ્રહ્મા છે અને શ્રોતા બ્રહ્મ છે, અદભુત વિનિયોગ. રામકથા એક ધરી છે, કીગાલી શહેર પણ આજે  સૌને જોડે છે. કથા સસ્તી ન હોઈ શકે. લોભ છોડવા બોધ મેળવો .કામદેવ ઈશ્વરપુત્ર છે, તેથી તે મરાય નહિ ,રામથી કામ નહીં રહે માટે રામ ભજો .પતંજલિએ ચાર વસ્તુ બતાવી .મળ્યું તેને માણો .વેદનો પ્રકાશ એટલે સમજવું અજવાળું .જે શ્રેષ્ઠ હોય તેનું સન્માન જરુરી છે .વશિષ્ઠ જી ના કહેવાથી જ દશરથજી તેના બંને પુત્રો વિશ્વામિત્રને સોંપે છે .તાડકાનો વધ, જનકપુરમાં સીતાસ્વયંવર કથા ,અયોધ્યામાં ભગવાન રામજીનું પરત થવું વગેરે પ્રસંગોમાં આજે ખૂબ પ્રવાહીતાબાપુએ વર્ણવ્યા.

Previous articleરાજુલા નજીક જાંપોદર ગામ પાસે ગત મોડી રાત્રીએ પાંચ વાહનોનો વિચિત્ર અકસ્માત
Next articleભાવનગરમાં ૨૪ કેન્દ્રો ઉપર ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ લેવાઇ