દબંગ-૩ ૨૦મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવા માટે તૈયારી

965

સલમાન ખાન સ્ટારર ફિલ્મ દબંગ-૩ની રજૂઆત માટે તારીખ જારી કરી દેવામાં આવી છે. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોનો અંત આવી ગયો છે. આ જાહેરાત કરવામાં આવ્યા બાદ એમ માનવામાં આવે છે કે બોક્સ ઓફિસ પર રણબીર કપુર અને સલમાન ખાન વચ્ચે ટક્કર થનાર છે. ફિલ્મ નિર્માતા દ્વારા દબંગ-૩ના નવા પોસ્ટરને જારી કરવામાં આવ્યા બાદ નવી ચર્ચા છેડાઇ ગઇ છે. જેમાં સલમાન ખાન પોલીસ વર્ધીમાં નજરે પડી રહ્યો છે. તેના પર ચુલબુલ પાન્ડે નામન લખવામાં આવ્યુ છે. જો કે આ પોસ્ટરમાં સલમાનનો ચહેરો જારી કરવામાં આવ્યો હતો. પોસ્ટર પર ફિલ્મની રજૂઆતની તારીખ પણ લખવામાં આવી છે. ફિલ્મને ૨૦મી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ચાહકો પોસ્ટરને જોરદાર પ્રતિસાદ આપી રહ્યા છે. પોસ્ટર જારી કરવામાં આવ્યા બાદ થોડાક કલાકોમાં જ લાખો લોકો પોસ્ટર જોઇ ચુક્યા છે.

રણબીર કપુર અને આલિયાની ફિલ્મ પણ  આ દિવસે જ રજૂ કરવામાં આવનાર છે. થોડાક સમય પહેલા જ અયાન મુખર્જીએ મોશન પોસ્ટર જારી કરીને કહ્યુ હતુ કે ફિલ્મને ૨૫મી ડિસેમ્બરના દિવસે જારી કરવામાં આવનાર છે. બંને ફિલ્મો જુદી જુદી તારીકે રજૂ કરવામાં આવનાર છે પરંતુ પાંચ દિવસના ગાળામાં જ ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. સુપર હિરોની ફિલ્મ દબંગ-૩ને જોરદાર ટક્કર આપી શકે છે તેમ કેટલાક લોકો માની રહ્યા છે. કારણ કે રણબીરની લોકપ્રિયતા હવે સતત વધી રહી છે. દબંગ સિરિઝની તમામ ફિલ્મો પહેલા પણ હિટ સાબિત થઇ ગઇ છે.દબંગ-૩ સિરિઝની ફિલ્મને લઇને તમામ ચાહકો આશાવાદી છે. ફિલ્મમાં સલમાનની સાથે સોનાક્ષી સિંહા  ફરી એકવાર કામ કરી રહી છે. દબંગ-૩ ફિલ્મ સફળ થાય તેમ માનવામાં આવે છે.

Previous articleપાલીતાણાનાં ડબલ મર્ડરનાં ૩ આરોપીને આજીવન કેદ
Next articleલીઝા રે હવે ફિલ્મોને લઇને વધુ આશાવાદી દેખાતી નથી