લોકપ્રિય અભિનેત્રી અને ભારતીય કેનેડિયન મોડલ લિસા રે હવે ફિલ્મો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી નથી. તે સહાયક અભિનેત્રી સુધી રોલ સ્વીકારવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે હવે તે કોઇ મોટી પડકારરૂપ ભૂમિકા કરવા ઇચ્છુક નથી. ફિલ્મોની સાથે અન્ય પ્રોજેક્ટમાં પણ તેની ઇચ્છા છે. હાલમાં લેખન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઇચ્છુક છે. તેની પાસે ફિલ્મ ન હોવા છતાં હજુ પણ બોલિવુડની ફિલ્મો અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં સક્રિય રહેવા માટે ઇચ્છુક છે. કેનેડામાં મોટા ભાગે પોતાનો સમય ગાળી ચુકેલી ખુબસુરત લિસા રે હવે કવિતાઓ અને અન્ય લેખન કાર્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તે લેખન પર ધ્યાન આપીને પોતાની કુશળતા વધારી દેવા માટે ઇચ્છુક છે. અભિનેત્રી અને મોડલ લિસાએ વર્ષ ૨૦૧૬માં રામ ગોપાલ વર્માની ફિલ્મ વિરપ્પનમાં ભૂમિકા અદા કરી હતી. રામગોપાલ વર્મા જુદી જુદી નવી અભિનેત્રી લોંચ કરવા માટે જાણીતા રહ્યા છે. સાથે સાથે પોતાના નિવેદનના કારણે પણ વિવાદમાં રહ્યા છે.લિસા રે બોલિવુડ ફિલ્મોમાં પોતાની ભૂમિકાને લઇને આશાવાદી બનેલી છે.
તે માની રહી છે કે તેના સ્તરના સારા રોલ તેને મળશે. તે બોલિવુડમાં પહેલા સેક્સ સિમ્બોલ તરીકે રહી હતી. લિસા રે કસુર ફિલ્મ મારફતે જોરદાર ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે આફતાબ શિવદાસાની જોવા મળ્યો હતો. તેમાં કેટલાક બોલ્ડ સીન પણ ઉમેરી દેવામાં આવ્યા હતા. ખુબસુરત લિસા રે બોલિવુડમાં હવે વધારે મોટી ભૂમિકા કરવા માટે ઇચ્છુક નથી. જો કે તે સારા રોલ મળશે તો કરશે તેવી વાત કરીને પોતાના દરવાજા હિન્દી ફિલ્મો માટે ખુલ્લા રાખ્યા છે.