અભિનેત્રી દિશા પટનીએ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી બોલિવુડમાં એન્ટ્રી કરનાર દિશા પટની હવે સલમાન ખાન સાથે કામ કરવા જઇ રહી છે. તે એકપછી એક મોટી સફળતા મેળવી લેવાની દિશામાં આગળ વધી રહી છે. સલમાન ખાન સાથે ભારત ફિલ્મના ગીત સ્લો મોશન રજૂ કરવામાં આવ્યા બાદ તેની લોકપ્રિયતા વધી રહી છે. સલમાન સાથે તેની કેમિસ્ટ્રી પણ જોરદાર દેખાઇ રહી છે. દિશા સોશિયલ મિડિયા પર વધારે સક્રિય રહે છે. તે પોતાના સેક્સી ફોટો હમેંશા શેયર કરતી રહે છે. તેની જોરદાર પ્રશંસા થઇ રહી છે. હોટ ફોટોને લઇને સોશિયલ મિડિયામાં યુજર્સ દિશાને લઇને જેમ તેમ નિવેદન કરે છે. જો કે દિશા ક્યારેય કોઇ જવાબ આપતી નથી. દિશા પટની વારંવાર ટોલ્સ થતી રહે છે. દિશાએ કહ્યુ છે કે તે હમેંશા પોઝિટીવ બાબતો પર વિચારણા કરે છે. દિશાએ પોતાના ચાહકો અંગે માહિતી આપતા કહ્યુ છે કે કઇ રીતે સોશિયલ મિડિયા તેમની સાથે જોડાઇ શકે છે. દિશાએ કહ્યુ છે કે તે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ કરે છે. તેની સાથે તે સારી રીતે જોડાઇ શકે છે. દિશા પટનીએ ખુબ શાનદાર ભૂમિકા અદા કરીને તમામનુ ધ્યાન ખેંચી રહી છે. તેની પાસે હાલમાં નવી નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. દિશા ચાહકો પાસેથી ફરી સારા ફિડબેક લેવા માટે ઇચ્છુક છે.
બોલિવુડમાં હાલમાં રહેલી તમામ અભિનેત્રી કરતા દિશા સૌથી વધારે ચર્ચામાં રહી છે. દિશા પટનીની બોલબાલા વિશ્વમાં પણ વધી રહી છે. દિશા બોલિવુડની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મમાં પણ કામ કરવા માટે ઇચ્છુક છે. દિશા માટે બોલિવુડમાં પગ જમાવવા માટેની બાબત હવે મુશ્કેલ નથી. તચેનુ કહેવુ છે કે બોલિવુડમાં તે તમામ મોટા સ્ટાર અને નિર્માતા નિર્દેશકો સાથે કામ કરી રહી છે.