આગના ત્રણ બનાવ, મોડાસામાં ટ્રક સળગી, બીલીમોરામાં કંપનીમાં આગ

619

ઉનાળામાં ગરમીનો પારો વધતા આગ લાગવાની ઘટના વધારે બનતી રહે છે. રાજ્યમાં ત્રણ ઠેકાણે આગ લાગવાની ઘટનાઓ બની છે. જેમાં અરવલ્લીના મોડાસામાં ટ્રક સળગી છે. તો બીલીમોરા જીઆઇડીસીની એક કંપનીમાં પણ આગ લાગી છે. તો ભરૂચ અંકલેશ્વર અંસાર માર્કેટ નજીક રેલવે ટ્રેકને અડીને રસાયણિક કરચો સળગાવાયો હોવાની ઘટના બની છે.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસાના વાંટડા પાસે  આજે શનિવારે સવારે હોટલ આગળ એક ટ્રક ઊભી હતી.  જોકે, આ ટ્રકમાં અચાનક આગ ભભુકી હતી. જેના પગલે આખી ટ્રક સળગી હતી.  અને ધીમે ધીમે આખી ટ્રક આગની લપોટમાં આવી ગઇ હતી. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ સ્થળ ઉપર આવી ગઇ હતી. અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાા પગલે લોકોના ટોળા એકઠાં થયા હતા.

અન્ય એક આગની ઘટનાની વાત કરીએ તો બીલીમોરા જીઆઇડીસીમાં ત્રિમૂર્તિ એન્ટરપ્રાઇઝ કંપની આવેલી છે. આ કંપની કોસ્મેટિક અને નેઇલપોલીસ બનાવે છે. આજે શનિવારે આ કંપનીમાં અચાનક આ લાગી હતી. આગના કારણે કંપનીના કામદારોાં નાસભાગ મચી હતી. સાથે સાથે ફાયર બ્રિગેડને જાણ કરતા બીલીમોરા પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવા માટે કામે લાગ્યા હતા.

આ ઉપરાંત ભરૂચ અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક રેલવે ટ્રેકને અડીને રસાયણિક કચરો સળગાવવાની ઘટના બની હતી. કોઇ અસામાજિક તત્વોએ આ આગ લગાડી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, રેલવે ટ્રેક પાસે લગાડેલી આગના કારણે ભારે ધૂમોડો ઊઠી રહ્યો. પરંતુ આગના કારણે રેલવે વ્યવહાસને કોઇ અસર થઇ ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Previous articleચ-૬ નજીક કારને ટક્કર મારી ટેમ્પો પલટ્યો, પરિવારનો બચાવ
Next articleકોર્ટમાં શેડ વગરના વકીલોને ગરમીમાં રાહત મળે તેવી જગ્યા આપવા માગણી