કોર્ટમાં શેડ વગરના વકીલોને ગરમીમાં રાહત મળે તેવી જગ્યા આપવા માગણી

628

રાજ્યમાં એક તરફ તાપમાનનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે અને રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા સલાહો આપે છે. ત્યારે ગાંધીનગર કોર્ટમાં બેસતા શેડ વગરના વકીલોની હાલત કફોડી બની છે. ત્યારે ગાંધીનગરની સંસ્થા અવેરનેસ ઓર્ગેનાઈઝેશન દ્વારા વકીલો માટે તાત્કાલિક ધોરણે રાહત થાય તેવા પગલાં લેવા માટેની માંગ સાથેનું આવેદનપત્ર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજને આપી છે.

સંસ્થાના પ્રમુખ જેપાલ અમૃતે (અંબાલાલ) માંગ કરી છે કે, શેડ વકરના વકીલોને બિલ્ડીંગમાં પ્રથમ, બીજા અને ત્રીજા માટે લોબીમાં જગ્યા આપી શકાય તેમ છે. આવી અસહ્ય ગરમીમાં કોઈનું મોત પણ નિપજી શકે છે. ઘણા વકીલોની ઉંમર વધુ હોય છે અને ઘણા કેટલીક બિમારીઓથી પીડાતા હોય છે. ત્યારે આવા સમયે તેઓ ગરમી સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી હોતા. જેથી સંસ્થા દ્વારા આ દિશામાં સંત્વરે નિર્ણય લઈને વકીલોને રાહત મળે તેવા પગલાં લેવા અપીલ કરી છે.

Previous articleઆગના ત્રણ બનાવ, મોડાસામાં ટ્રક સળગી, બીલીમોરામાં કંપનીમાં આગ
Next articleસુપરવાઈઝરની નોકરીના બહાને મહિલા પાસેથી ૧૩ લાખની છેતરપિંડી કરી, કુલ ૨૧ લાખના ફ્રોડની ફરિયાદ