સુપરવાઈઝરની નોકરીના બહાને મહિલા પાસેથી ૧૩ લાખની છેતરપિંડી કરી, કુલ ૨૧ લાખના ફ્રોડની ફરિયાદ

687

કંડલા પોર્ટમાં સુપરવાઈઝર ની નોકરી અપાવવાના બહાને ૨૧ લાખની છેતરપીંડી સામે આવી છે. ૨૦૧૫માં પૈસા આપ્યા બાદ પણ અત્યાર સુધી નોકરી ન મળતા સે-૧૯માં રહેતાં નિવૃત મહિલાએ હિંમતનગરના દંપતી સામે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે આ કેસમા ત્રણ લોકોને પૈસા પરત આપી દીધા હતા પણ મહિલાને પૈસા પરત નહીં મળતા આખરે આ મામલે ફરિયાદ નોંધાવાઈ છે.

સેક્ટર-૧૯ માં રહેતાં કિશોરીબા વીરભદ્રસિંહ ચુડાસમાં (૬૦ વર્ષ) નવા સચિવાયલમાં પંચાયત ખાતાના ગ્રામ ગૃહ નિર્માણમાં સિનિયર આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતા હતા તેઓ ૨૦૧૬માં નિવૃ થયા છે. હિંમતનગરના પુનાસણ ગામનો સાંકાભાઈ કચરાભાઈ ગુર્જર નામનો શખ્સ તેમની ઓફિસ આવતો-જતો હોવાથી તેઓ સાથે કિશોરીબાને ઓળખાણ થઈ હતી. ૨૦૧૪માં સાંકાભઆઈએ ‘કંડલા પોર્ટમાં સુપરવાઈઝરની ભરતી આવનાર છે, તમારા ઘરનું કોય હોય તો કહેજો સેટ કરી આપીશું.’કહ્યું હતું.

મહિલાએ નોકરી માટે પૈસાનું પુછતાં સાંકાભાઈએ કહ્યું હતું કે, આમ તો ૨૫ લાખ રૂપિયા થાય, પણ તમે મારા ઓળખીતા છો એટલે તમારા ૨૧ લાખ થશે, જેથી મહિલાના મામાના દીકરાને નોકરીની જરૂરિયાત હોવાથી તેઓએ ૧૩.૫૦ લાખ રૂપિયા સાંકાભાઈના કુડાસણ સ્થિત શ્રીનાથ હોમ્સ ખાતેા ઘરે જઈને આપ્યા હતા. બાકીના ૭.૫૦ લાખનો ચેક તેઓએ આરોપીના હિંમતનગર ખાતે ચાલતા ટ્રસ્ટ ‘જયશ્રી ખાદી ગ્રામોધ્યોગ’ નામે આપ્યો હતો. લાંબા સમયથી નોકરીનો ઓર્ડર ન મળતા કિશોરીબાએ આરોપી પાસેથી પૈસા પાછા માગ્યા હતા. જેને પગલે તેની પત્નીએ કહ્યું હતું કે, ‘મારા પતિ પાસે પૈસાની માંગણી કરવી નહીં, તમારાથી થાય તે કરી લેજો પૈસા પરત નહીં મળે. જેને પગલે મહિલાએ છેલ્લે કંટાળીને સાંકાભાઈ ગુર્જર અને તેની પત્ની ઈન્દુબેન સામે ફરિયાદ નોંધાવી છે.

Previous articleકોર્ટમાં શેડ વગરના વકીલોને ગરમીમાં રાહત મળે તેવી જગ્યા આપવા માગણી
Next articleગાંધીનગરનું તાપમાન ૪૩.૫ જ્યારે દર્દીઓથી ભરેલી સિવિલ હોસ્પિટલ ૪૬.૭ ડિગ્રીએ ગરમ