હવે માયાવતીના ખાંડ મિલ કાંડના સંદર્ભમાં તપાસ શરૂ

521

માયાવતી સરકારની અવધિમાં વર્ષ ૨૦૧૦-૧૧માં સાત બંધ કરાયેલી ખાંડ મિલોને વેચી દેવામાં થયેલા કોંભાડમાં સીબીઆઇ લખનૌની એન્ટી કરપ્શન બ્રાન્ચે એફઆઇઆર દાખલ કરી છે.

આ ઉપરાંત ૧૪ અન્ય ખાંડ મિલોના વેચાણને લઇને છ જુદી જુદી પીઇ પણ દાખલ કરવામાંમ આવી છે. આનો અર્થ એ થયો કે માયાવતી પર સકંજો મજબુત કરવામાં આવી શકે છે. ઉત્તરપ્રદેશ સરકારે ૧૨મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે ૨૧ ખાંડ મિલોના વેચાણમાં થયેલી ગેરરિતીના મામલામાં સીબીઆઇ તપાસ માટે ભલામણ કરવામાં આવી હતી.

ખાંડ મિલોના વેચાણમાં થયેલા કોંભાડની ઉંડી તપાસ ચાલી રહી છે. આ કોંભાડના કારણે પ્રદેશ સરકારને ૧૧૭૯ કરોડનુ નુકસાન થયુ હતુ. સીબીઆઇ દ્વારા આ મામલામાં દિલ્હીના રોહિણી નિવાસી સહિત કેટલાક લોકોના નામ નોંધી દીધા છે. આ પહેલા રાજ્ય ખાંડ નિગમ લિમિટેડે ખાંડ મિલો ખરીદનાર બે બોગસ કંપનીઓની સામે નવ નવેમ્બર ૨૦૧૭ના દિવસે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની સામે ૨૦૧૭માં ગોમતીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન વિંગની તપાસ બાદ કરવામાં આવી હતી. ખાંડ નિગમે વર્ષ ૨૦૧૦-૧૧માં ૨૧ ખાંડ મિલો વેચી દેવામાં આવી હતી. આને લઇને ભારે હોબાળો થયો હતો. માયાવતીના શાસનકાળમાં થયેલા ભ્રષ્ટાચાર અને કોંભાડમાં હવે ઉંડી તપાસ શરાૃ કરવામાં આવી છે. વેચાણ પ્રક્રિયાના ગાળા દરમિયાન કંપનીઓ વતી દાખલ દસ્તાવેજોની ચકાસણી થઇ ન હતી.

Previous articleઝીણાનું ભૂત ધુણ્યું : ફસાઈ જતા શત્રુઘ્ને કરેલો ખુલાસો
Next articleમંજુરી વગર રેલી યોજી : ગૌતમ ગંભીરની વિરૂદ્ધ અંતે FIR દાખલ કરાઈ