ગાંધીનગરમાં રાજયકક્ષાની કચેરીઓમાં રાજયભરમાંથી નાગરીકો પોતાની રજુઆતો અને માંગણીઓ લઇને આવે છે. પરંતુ સામુહીક રીતે કોઇ મુદ્દે રજુઆત કરવાની હોય કે કાર્યક્રમ આપવાનો હોય ત્યારે પોલીસની મંજુરી લેવી પડે. પોલીસ દ્વારા સત્યાગ્રહ છાવણીએ મંજુરી આપવામાં આવતી હોય છે. ત્યારે સોમવારે રાજયભરમાંથી ૩૦ જેટલા ગ્રાન્ટેડ શાળાઓની ભરતીનાં ઉમેદવારો સચિવાલય પહોચી ગયા હતા.
ઉમેદવારોનાં જણાવ્યાનુંસાર ૫માં તબક્કાની ભરતી માટે તા ૨૫ જુને ૫થી ઉમેદવારો વારંવાર કમિશ્નર શાળાઓની કચેરીનાં ધક્કા ખાઇ રહ્યા છીએ. નાયબ નિયામક સુધી રજુઆતો કરી પરંતુ થોડા દિવસમાં પ્રક્રિયા શરૂ કરાશે. આવા જવાબો ૩ માસથી સાંભળી રહ્યા છીએ. ૧૪ ઓગષ્ટે કમિશનર જે ડી દેસાઇ તા ૨૧થી ૨૩મી ઓગષ્ટ સુધીમાં પ્રક્રિયા થઇ જશે. પરંતુ તેવુ ન થતા ફરી કમિશનરને મળતા ભરતી નાણા વિભાગે રદ કર્યાનું જણાવી દીધુ.
નાણા વિભાગમાં ગયા તો કોઇ ભરતી રદ ન કરાઇ હોવાનો જવાબ મળ્યો હતો. ત્યાર બાદ કમિશનર દેસાઇને મળતા અમારા વિભાગનાં આંતરીક પ્રશ્નોને લઇને ભરતી અટક્યાનો જવાબ આપ્યો હતો ! આખરે આવા જવાબોથી કંટાળીને ઉમેદવારો સોમવારે નવા સચિવાલયમાં બ્લોક નં ૭માં ૭માં માળે આવેલી શિક્ષણનાં અગ્ર સચિવ સુનયના તોમરની ઓફિસે પહોચ્યા હતા. પરંતુ રીશેષ ટાઇમ હોવાથી રાહ જોતા લોબીમાં બેસી ગયા હતા.
જયારે તોમર આવ્યા તો નીચેના અધિકારીને મળવા જણાવ્યુ હતુ. તેમને મળતા ફાઇલ નાણા વિભાગમાં હોવાનું જણાવતા ફરી ઉમેદાવારો નાણા વિભાગમાં જતા પ્રક્રિયા હજુ ચાલી રહી હોવાનો જવાબ મળ્યો હતો.