મંજુરી વગર રેલી યોજી : ગૌતમ ગંભીરની વિરૂદ્ધ અંતે FIR દાખલ કરાઈ

472

ક્રિકેટરમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીરની મુશ્કેલી હાલના દિવસોમાં સતત વધી રહી છે. હાલમાં બે આઈડી કાર્ડ રાખવાના રાખવામાં તેમને લઈને વિવાદ અકબંધ રહ્યો છે ત્યારે ગંભીર ઉપર હવે વધુ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. આ એફઆઈઆર મંજુરી લીધા વગર રેલી યોજવા સાથે સંબંધિત છે. ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર ઈસ્ટ દિલ્હીમાંથી ચુંટણી મેદાનમાં છે. ગૌતમ ગંભીરની સામે આમ આદમી પાર્ટીના આતીસી અને કોંગ્રેસના અરવિન્દરસિંહ મેદાનમાં છે. ચુંટણી પંચે ઈસ્ટ દિલ્હીના રિટર્નિંગ ઓફિસરને ગૌતમ ગંભીરની સામે એફઆઈઆર દાખલ કરવા માટે આદેશ કર્યો છે. એવી ફરિયાદ મળી હતી કે ગંભીરે મંજુરી લીધા વિના રેલી યોજી હતી.

આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે ગૌતમ ગંભીર પાસે બે વોટર આઈડી પણ છે. બે વોટર આઈડીનો વિવાદ અકબંધ રહ્યો છે.

Previous articleહવે માયાવતીના ખાંડ મિલ કાંડના સંદર્ભમાં તપાસ શરૂ
Next articleજાતપાતના ખેલ કરનાર પાર્ટીઓ પોતાની જાળમાં ફસાઈ છે : મોદી