કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ યુપીએના ચેરમેન સોનિયા ગાંધીની સંસદીય સીટ રાયબરેલીમાં જનસભા યોજી હતી અને વડાપ્રધાન મોદી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે છેલ્લા ૭૦ વર્ષમાં કોઈપણ વડાપ્રધાને નોટબંધી જેવી ગંભીર ભુલ કરી ન હતી. રાહુલે અહીં ચોકીદાર ચોર હેના નારા પણ લગાવ્યા હતા. રાહુલે રાયબરેલીમાં કહ્યું હતું કે જો નોટબંધી કાળા નાણાને પરત લાવવા માટે કરાઈ હતી તો ચોર લાઈનમાં કેમ લાગ્યા ન હતા. તમામ ઈમાનદાર લોકો લાઈનોમાં ઉભા રહ્યા હતા.
બેરોજગાર અને ખેડુતો જ લાઈનોમાં લાગ્યા હતા. ચોકીદારે તમામના પૈસા કાઢીને ૧૫ ચોર ટોળકીને આપી દીધા છે. મોદીએ ૧૫ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું જે પૂર્ણ થઈ શક્યું નથી. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ચોકીદારે યુવાનો પાસેથી રોજગારી પણ આંચકી લીધી છે. અમે મન કી બાત બતાવવા માટે આવ્યા નથી પરંતુ મન કી બાત સાંભળવા માટે આવી રહ્યા છીએ. રાયબરેલી, અમેઠીમાં અમે જે કામ કરાવવા માંગતા હતા તે તમામ કામ મોદીએ રોકી દીધા હતા. અમેઠીમાં રેલવે લાઈનને રોકી દેવાઈ હતી. રાયબરેલીમાં રેલવે ફેકટરીને રોકી દેવામાં આવી હતી. ચોકીદારે રોજગારને લઈને પણ લોકોને ગેરમાર્ગે દોર્યા છે. ચોકીદારે કેટલાક લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. બેરોજગારીનો દર છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. મોદીએ છેલ્લા ૭૦ વર્ષમાં કોઈ વડપ્રધાને ન કરી હોય તેવી મોટી ભુલ નોટબંધીની કરી હતી. ન્યાય યોજના મારફતે કોંગ્રેસ સરકાર આવશે તો યુવાનોને રોજગારી આપશે. ૨૨ લાખ નોકરીઓ હજુ ખાલી પડેલી છે. બેરોજગારીનું ચિત્ર છે પરંતુ નરેન્દ્ર મોદી આ જગ્યાઓને ભરવા માટે ઈચ્છુક નથી. અમારી સરકાર આવશે તો એક વર્ષમાં ૩૨ લાખ ભરતી કરવામાં આવશે. અચ્છે દિનનો નારો અસરકારક રહ્યો નથી ત્યારે હવે નવો નારો આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હેના નારા પણ લગાવ્યા હતા. બીજી બાજુ રાયબરેલીમાં રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે મોદી છેલ્લા પાંચ વર્ષથી ખોટા નિવેદન કરી રહ્યા છે. મોદીના ભાષણમાં રોજગારની વાત કરવામાં આવતી નથી. ખેડુતોની વાત કરવામાં આવતી નથી. ૧૫ લાખની વાત કરવામાં આવતી નથી. મોદી માત્ર ટેલિપ્રોમ્પર પર જોઈને ભાષણ આપે છે. જેમ કોઈ રીતે ભાષણ પાછળથી ચાલી રહ્યું છે. સમય હવે પરિવર્તનનો આવી ગયો છે. આ પહેલા જ રાહુલ શુક્રવારના દિવસે બિહારના સમસ્તીપુરમાં પણ લાલુ યાદવનો બચાવ કરીને કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા હતા.