૨૩ જાન્યુઆરીએ થશે ધારાસભ્યોની શપથવિધિ

815
guj1312018-6.jpg

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક મહિનાથી વધુ સમય બાદ વિધાનસભાનું પ્રથમ સત્ર મળવા જઇ રહ્યું છે. આગામી ૨૩ જાન્યુઆરીના રોજ નવી વિધાનસભાનું પ્રથમ સત્ર મળશે. ૨૩ જાન્યુઆરીના રોજ ધારાસભ્યોની શપથવિધિ યોજવામાં આવશે. ઉપરાંત ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં વિધાનસભાનું બજેટ સત્ર પણ શરૂ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે  જ નવા સ્પીકરની વરણી કરવામાં આવશે. બજેટ સત્ર ૩૧ માર્ચ સુધી ચાલશે. ૨૩ જાન્યુઆરીએ સવારે ૧૦ વાગે પ્રોટેમ સ્પીકરની પણ વરણી કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે ક મુરતાંમાં રચાયેલી સરકાર બાદ ઍ ધારાસભ્યોની શપથવિધિ ક મુરતા બાદ યોજવામાં આવી છે. વૈધાનિક અને સંસદિય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, બંધારણના અનુચ્છેદ ૧૮૮ની જોગવાઇ અનુસાર પ્રોટેમ સ્પીકર તરીકે નિમાનાર સભ્યનો શપથ ગ્રહણ વિધિ સમારોહ આગામી તા. ૨૩ રોજ મંગળવારે સવારે ૧૦ઃ૦૦ કલાકે, રાજભવન ખાતે રાજ્યપાલસમક્ષ યોજાશે. બંધારણના અનુચ્છેદ ૧૮૮ની જોગવાઇને ધ્યાને લઇને ૧૪મી ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યોઓનો સોગંદવિધિ સમારોહ પ્રોટેમ સ્પીકર સમક્ષ આજ દિવસે બપોરે ૧૨ઃ૦૦ કલાકે સાબરમતી હોલ, સ્વર્ણિમ સંકુલ- ૧, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે યોજાશે તેમ તેમણે ઉમેર્યું હતું.  વિધાનસભાનું પ્રથમ સત્ર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં કેબીનેટ દ્વારા નક્કી કરાયા મુજબ રખાશે. માન. અધ્યક્ષની ચૂંટણી તેમજ રાજ્યપાલના સંબોધન બાદ વિધાનસભા બજેટ સત્રનો ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં  પ્રારંભ થશે .

Previous articleરાજ્ય સરકાર દ્વારા કુલ ૭૦ લાખ ક્વિંટલથી વધુ મગફળીની ખરીદી કરાઇ
Next articleગુજરાતમાં વિવાદિત પદ્માવત રિલીઝ નહી જ થાય : રૂપાણી