રાજુલાના સુપ્રસિદ્ધ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરના સ્થાપક વિશ્વ વંદનીય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે જેની પ્રાણ પ્રતિષ્ઠા કરેલનો ૧૬મો પાટોત્સવ મહંત સ્વામીની કૃપાથી ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો.
રાજુલાના પ્રસિદ્ધ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદરના સ્થાપક વિશ્વવંદનીય પ.પૂ.બ્રહ્મલીન સંત શિરોમણી પ્રમુખસ્વામી મહારાજના હસ્તે ભવ્ય મંદિરનું નિર્માણ ૨૦૦૩ માં પૂજ્ય ગુણાતીત સ્વામી, ગોપાલાનંદ સ્વામી, ભગવાન સ્વામિ નારાયણની તેમજ ગણપતિ બાપા, હનુમાનજી મહારાજ સહિત મૂર્તિઓની હાજરી હજુર પ્રાણ પ્રતિષ્ઠા કરેલ ને આજે ૧૬માં પાટોત્સવનું આયોજન પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી મહંત સ્વામીની આજ્ઞા અનુસાર ભવ્ય મહોત્સવનું નિર્માણ કરેલ જેમાં મહુવા બી.એ.પી.એસ. ભવ્ય મંદિરના સાધુ ભક્તીતન્મય સ્વામી, સાધુ વિનયમૂર્તિ કોઠારી સ્વામી, તેમજ રાજુલા મંદિરના મહંત સાધુ સરળ મૂર્તિ સ્વામી તેમજ સાધુ અખંડ મૂર્તિ સ્વામી તેમજ દેશ પરદેશથી આવેલ વિશાળ સંખ્યામાં હરિભક્તોની હાજરીમાં સવારે પૂજન આખો દિવસ કથા પારાયણ અને મહાપ્રસાદનું આયોજન સ્થાનીક હરિભક્તોએ બ્રહ્મસ્વરૂપ પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાનુસાર સ્થાનીક સંતો તેમજ મહુવાથી ખાસ પધારેલા સંતોના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી ૧૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.