પોહીબીશનનાં આરોપીને ઝડપી લઈ પાસા તળે રાજકોટ જેલ હવાલે કરાયો

721

પ્રોહીબીશનના ગુના માં અટકાયત થયેલ ઇસમો વિરૂધ્ધ પાસા એકટ હેઠળ પગલા લેવા અપાયેલી સુચના અન્વયે બોરતળાવ પો.સ્ટે. ના પો.ઇન્સ કે.એમ.રાવલે અગાઉ દાખલ થયેલ ઈંગ્લીશ તેમજ દેશી દારુ માં પકડાયેલ ઈસમ હર્ષદિપસિંહ ઉર્ફે નાનુ અશોકસિંહ  ચુડાસમા ઉ.વ.૨૨ રહે. પ્રેસ કવાટર્સ પાછળ ચામુંડા સોસાયટી પ્લોટ નં.૫૦/એ ભાવનગરવાળાની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જે દરખાસ્ત કલેકટર તરફ થી મંજુર થતા આજરોજ બોરતળાવ પો.સ્ટે.ના પો.ઈન્સ  કે.એમ.રાવલ  તથા સ્ટાફ  ડી.બી.ભંડારી, એચ.જે. મકવાણા,  નિલેશભાઈ ભટ્ટ, ડી.કે.ચૌહાણ, જી.એ.કોઠારીયા,ે હિરેનભાઈ મહેતા,  ભીખુભાઈ બુકેરા, સેજાદભાઈ સૈયદ, તથા નિલમબેન વિરડીયા એ પોલીસ સ્ટાફ ના માણસોની ટીમ બનાવી ઉપરોકત આરોપીને શોધી કાઢી પાસા અટકાયત માં લઇ મધ્યસ્થજેલ રાજકોટ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

Previous articleબરવાળામાં સંત લાલાબાપાની પૂણ્યતિથીની ઉજવણી કરાઇ
Next articleનવાગામ માઢીયા ખાતે કેમિકલ ફેકટરીમાં આગ