ભાવનગરનાં છેવાડે આવેલ નવાગામ માઢીયા ખાતે આજે સાંજના સુમારે કેમિકલ ફેકટરીમાં આગ લાગતા ફાયર બ્રિગેડે પાણીનો છંટકાવ કરી આગ બુજાવી હતી. આગમાં મશીનરી, કેમિકલ પાવડર તથા વેસ્ટેજ સામાન સહિત લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઇ ગયો હતો.
બનાવ અંગે ફાયર બ્રિગેડથી જાણવા મળતી વિગતો મુજબ ભાવનગરનાં છેવાડે આવેલ નવાગામ માઢીયા ખાતે સર્વેનંબર ૧૦માં આવેલ ફેકટરીમાં આગ લાગ્યાની જાણ સાંજે નીઝામભાઇ બ્લોચ નામના વ્યક્તિએ કરતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા સર્વે નં.૧૦માં ઓલ્વીન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સ્ટાર્ચ ફેકટરીમાં આગ લાગી હતી. જેને ફાયર બ્રિગેડનં સ્ટાફે ૧૨ હજાર લીટર પાણી છાંટી ભારે જહેમત બાદ બુજાવી હતી. રફીકભાઇ સદુરભાઇ ગઢેરાની માલીકીની કેમિકલ ફેકટરીમાં લાગેલી આગમાં મશીનરી, કેમિકલ પાવડર, વેસ્ટેજ સામાન સહિત બળીને ખાક થઇ ગયેલ. જેમાં લાખો રૂપિયાની નુકશાની થઇ હોવાનું મનાઇ રહ્યું છે. જો કે આગનું કારણ જાણવા મળેલ નથી. ફેકટરીમાં આગ લાગતા આસપાસનાં લોકો એક્ઠા થઇ ગયા હતા