ભારતમાં ‘એવેન્જર્સ એન્ડગેમ’ની રેકોર્ડ બ્રેક કમાણી, ૨ દિવસમાં ૧૦૦ કરોડને પાર

653

માર્વેલની ’એવેન્જર્સ એન્ડગેમ’એ ભારતીય બોક્સ ઓફિસ પર કમાણીનો નવો જ રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી ત્રણ દિવસની અંદર ૧૦૦ કરોડની કમાણીનો રેકોર્ડ ’બાહુબલી’ના નામે હતો. આ રેકોર્ડને ’એવેન્જર્સ એન્ડગેમ’એ તોડી નાખ્યો છે અને બે દિવસમાં જ ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન શૅર કરતાં કહ્યું હતું કે ફિલ્મે બે દિવસમાં જ ૧૦૦ કરોડથી વધુ કમાણી કરી છે. ફર્સ્ટ વીકેન્ડમાં ૧૫૦ કરોડની કમાણી થઈ શકે છે. ફિલ્મે શુક્રવારે ૫૩.૧૦ કરોડ તથા શનિવારે ૫૧.૪૦ કરોડની કમાણી કરતા કુલ ૧૦૪.૫૦ કરોડની કમાણી કરી છે. એક હોલિવૂડ ફિલ્મ માટે આ શાનદાર કમાણી છે.

તરણ આદર્શે વધુ એક ટ્‌વીટ કરી હતી, ’’પહેલાં વીકેન્ડમાં ૧૫૦ કરોડ રૂપિયા નક્કી છે. અત્યાર સુધી આ રેકોર્ડ કોઈ પણ હિંદી ફિલ્મે બનાવ્યો નથી. બે વર્ષ પહેલાં આ ક્રેઝ ’બાહુબલી ૨’ માટે હતો પરંતુ ’એવેન્જર્સ’એ નવો જ રેકોર્ડ બનાવ્યો છે.

Previous articleઇશાન ખટ્ટરની ડેબ્યૂ ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડ્‌સ ચીનમાં મે મહિનામાં રિલિઝ થશે
Next articleચશ્મે બદૂરની સિક્વલમાં કાર્તિક આર્યન-જેક્વેલિન ફર્નાન્ડિઝ નજરે પડે તેવી સંભાવના