ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ૧૨મી મેના રોજ ગુરૂગ્રામમાં મતદાન કરશે. કોહલીએ ખુદ ઇંસ્ટાગ્રામ પર તેની માહિતી શેર કરી છે. કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાનું વોટર આઇડી શેર કર્યું. તેમણે તેની સાથે લખ્યું ૧૨મ મેના રોજ ગુરૂગ્રામમાં મત આપવા માટે તૈયાર છું, શું તમે પણ તૈયાર છો.
આ વોટર આઇડી પર વિરાટ કોહલી અને તેમના પિતાનું નામ અને તેનું સરનામું જોઇ શકાય છે. વિરાટ ગુરૂગ્રામ (હરિયાણા)ના વોટર છે. વિરાટ દિલ્હીના રહેવાસી છે પરંતુ થોડાંક વર્ષો પહેલાં ગુરૂગ્રામ શિફ્ટ થઇ ગયો હતો. જો કે અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન બાદ કોહલીએ મુંબઇને પોતાનું ઘર બનાવ્યું હતું. આની પહેલાં સમાચાર આવ્યા હતા કે કોહલી અનુષ્કા શર્માની સાથે મુંબઇથી જ વોટિંગ કરવા માંગતો હતો. પરંતુ ચૂંટણીપંચના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિરાટ મુંબઇમાં પોતાના ઘર વર્લીથી વોટિંગ કરવા માંગતો હતો. તેના માટે તેમણે ઓનલાઇન પ્રક્રિયા દ્વારા અરજી પણ કરી હતી. જો જે મતદાતાઓના નામ વોટિંગ યાદીમાં નહોતું તેમને ૩૦મી માર્ચ સુધીમાં અરજી કરવાનું હતું પરંતુ નક્કી સમયમાં કોહલી એ તેની ઔપચારિકતાઓ પૂરી કરી નહોતી. મુંબઇમાં ૨૯મી એપ્રિલના રોજ મતદાન છે તે દિલ્હી અને ગુરૂ્ગ્રામમાં ૧૨મી મેના રોજ વોટિંગ કરશે. કોહલીના વોટિંગને લઇ સસ્પેંસ કોહલીની આ પોસ્ટ બાદ સમાપ્ત થઇ જશે.