મહાન બેટ્સમેન સચિન ટેંડુલકરે પોતાના ઉપર લાગેલા હિતોના ટકરાવ મામલાને રદ કરતા દોવા કર્યો છે કે તેમને ઈન્ડિયન પ્રીમિયર લીગ (ૈંઁન્) ફ્રેન્ચાઈજી મુંબઈ ઈન્ડિયન્સથી ન તો કોઈ ફાયદો ઉઠાવ્યો છે અને ના તો તે નિર્ણય લેવાની કોઈ પ્રક્રિયામાં ભાગીદાર છે.તેંડુલકરે રવિવારે બીસીસીઆઈના લોકપાલ ન્યાયમૂર્તિ ડી.કે જૈને મોકલેલી નોટિસનો જવાબ દાખલ કર્યો જેમાં ૧૪ પોઈન્ટનો ઉલ્લેખ છે. ટેંડુલકર અને વીવીએસ લક્ષ્મણને મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘના સદસ્ય સંજીવ ગુપ્તા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ પર નોટિસ મોકલાઈ હતી. ફરિયાદ મુજબ લક્ષ્મણ અને ટેંડુલકરને આઈપીએલ ફ્રેન્ચાઈજી ટીમો ક્રમશઃ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સના ‘સહાયક સદસ્ય’ અને બીસીસીઆઈના ક્રિકેટ સલાહકાર સમિતિ (ઝ્રછઝ્ર)ના સદસ્ય તરીકે બે ભૂમિકા નિભાવવા જેવી કથિત રીતે હીતોના ટકરાવનો મામલો ગણાવાયો હતો.પોતાના જવાબમાં ટેંડુલકરે લખ્યું, સૌથી પહેલા, નોટિસ મેળવાનાર (સચિન) બધી ફરિયાદોને રદ કરે છે. જેમાં લખ્યું છે, નોટિસ મેળવનારે સંન્યાસ લીધા બાદ મુંબઈ ઈન્ડિયન્સ આપીએલ ફ્રેન્ચાઈજી ટીમના આઈકોનની ક્ષમતામાં કોઈપણ વિશેષ આર્થિક લાભ/ફાયદો નથી લીધો અને તે કોઈપણ ભૂમિકામાં ફ્રેન્ચાઈજી માટે કાર્યરત નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા આ ખેલાડીએ કહ્યું કે તે કોઈપણ પદ પર નથી, અને ના તો તેણે કોઈ નિર્ણય લીધો છે.