ક્રૂડ-રૂપિયાની સ્થિતિની સીધી અસર શેરબજાર પર રહી શકે

627

ચૂંટણી સંબંધિત ઘટનાક્રમ, ક્રૂડ ઓઇલની કિંમતો, ડોલર સામે રૂપિયાની ચાલ, એપ્રિલ એફએન્ડ ઓ પૂર્ણાહૂતિ સહિતના જુદા જુદા પરિબળોની સીધી અસર છેલ્લા સપ્તાહમાં શેરબજારમાં જોવા મળી હતી. બેંચમાર્ક સેસેક્સ અને નિફ્ટી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન લાભ અને નુકસાન વચ્ચે રહ્યા હતા. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૭૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી નીચલા સ્તરે બંધ રહી તી. બીજી બાજુ નિફ્ટીમાં ૨ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આગામી સપ્તાહમાં ક્રૂડની કિંમતો, ડોલર સામે રૂપિયાની ચાલ અને આઠ નવા પરિબળોનીે સીધી અસર જોવા મળશે. શેરબજારમાં આવતીકાલે સોમવારના દિવસે સામાન્ય ચૂંટણી માટે મતદાનના હોવાના લીધે રજા રહેશે. જ્યારે બુધવારના દિવસે મહારાષ્ટ્ર દિવસના પ્રસંગે પણ રજા રહેશે. ટૂંકમાં આ સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં બે રજા આવી જશે. ચાવીરુપ માર્ચ ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. અંબુજા સિમેન્ટ, કોટક મહિન્દ્રા બેંક દ્વારા માર્ચના ત્રિમાસિક આંકડા મંગળવારના દિવસે જારી કરાશે જ્યારે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવારના દિવસે આંકડા જારી થશે. બંધન બેંક, ડાબર ઇન્ડિયા, એમઆરએફ અને તાતા પાવર દ્વારા ગુરુવારના દિવસે કમાણીના આંકડા જારી કરવામાં આવશે. જુદા જુદા સેક્ટરોમાં આંકડાની સીધી અસર જોવા મળશે. મૂડીરોકાણકારોની નજર માર્ચ મહિના માટેના ફિસ્કલ ડેફિસિટના આંકડા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચના આંકડા ઉપર નજર રહેશે. બંને આંકડા મંગળવારના દિવસે જારી થશે. ભારતીય સમય મુજબ બુધવારે રાત્રે યુએસ ફેડના નિર્ણય ઉપર પણ નજર રહેશે જેમાં અમેરિકામાં વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવનાર છે. મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, વ્યાજદરમાં હાલમાં યથાવત રાખવામાં આવી શકે છે. ભારતમાં ચૂંટણી રાજકારણની અસર પણ જોવા મળી રહી છે. ૨૩મી મેના દિવસે સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવનાર છે. ભારતમાં નવી સરકાર કોની બનશે તેને અંગે ૨૩મીએ જાહેરાત થશે. આ સપ્તાહમાં જ બજારમાં ઉથલપાથલની પ્રક્રિયા દેખાઈ રહી છે. શુક્રવારના દિવસે ક્રૂડ ઓઇલની કિંમતમાં ત્રણ ટકાનો ઘટાડો રહ્યો હતો. ગેસોલીનની કિંમતોને હળવી કરવા ક્રૂડના ઉત્પાદનને વધારવા માટે ઓપેક દેશોને અપીલ કરવામાં આવ્યા બાદ કિંમતમાં ઘટાડો થયો હતો.

ડોલર સામે રૂપિયામાં શુક્રવારે ૨૩ પૈસાનો સુધારો થયો હતો જેથી તેની સપાટી ૭૦.૦૨ રહી હતી. ઇક્વિટી માર્કેટના મૂળને લઇને શેરબજારમાં દિશા નક્કી થશે. કુલ આઠ પરિબળો બજારની દિશાને નક્કી કરવામાં ભૂમિકા ભજવી શકે છે. એફપીઆઈ દ્વારા સતત ત્રીજા મહિનામાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં માઇક્રો ઇકોનોમિક પરિબળોની સ્થિતિ વચ્ચે વિદેશી રોકાણકારોએ ૧૭૨૧૯ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની અસર પણ નવા સપ્તાહમાં દેખાશે.

Previous articleFPI દ્વારા એપ્રિલ મહિનામાં કુલ ૧૭૨૧૯ કરોડનું રોકાણ
Next articleટોચની ૧૦ કંપની પૈકીની ૮ કંપનીની મૂડીમાં વધારો થયો