શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૪૧૫૧.૬૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આઈટી હેવીવેઇટ ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. આ ગાળા દરમિયાન ટીસીએસની માર્કેટ મૂડી ૩૪૮૨૨.૧૩ કરોડ વધીને ૮૩૯૮૯૬.૨૭ કરોડ સુધી પહોંચી ગઈ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૩૨૨૦૩૩.૯૪ કરોડ નોંધાઈ છે. આરઆઈએલ અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડી ક્રમશઃ ૫૪૧૯.૬૩ કરોડ અને ૧૬૨૭.૫૧ કરોડ રૂપિયાનો વધારો થયો છે. એચયુએલની માર્કેટ મૂડી ૧૩૬૩.૭૬ કરોડ રૂપિયા વધી ગી છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં ૧૨૪૯.૪૫ કરોડનો વધારો થયો છે. આઈટીસીની માર્કેટ મૂડી ૩૬૭.૭૬ કરોડ સુધી વધીને હવે ૩૭૩૪૫૯.૨૧ કરોડ થઇ ગઇ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. ટોપની ૧૦ કંપનીઓ પૈકીની આરઆઈએલની માર્કેટ મૂડી ્પ્રથમ સ્થાન ઉપર છે. ટીસીએસ બીજા સ્થાન પર અને એચડીએફસી બેંક ત્રીજા સ્થાને છે. આ સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૭૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૯૦૬૭ રહી હતી તેમાં ૦.૧૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. નવા કારોબારી સત્રમાં બે રજા આવનાર છે જેથી કારોબારનો ગાળો ખુબ ટુંકો રહેશે. સોમવાર અને બુધવારના દિવસે શેરબજારમાં રજા રહેશે.