સાપુતારામાં અકસ્માત માટે કુખ્યાત ઘાટમાર્ગ પર આજે એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ખાનગી બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. અને ઘાટ ચડી ન શકતા રિર્વસ થઈ ખીણમાં ઉતરવા લાગી હતી. હતી. દરમિયાન વચ્ચે એક વૃક્ષ આવી જતા તમામ પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, આ અકસ્માતમાં ૧૦ જેટલા પ્રવાસીઓને સામાન્ય ઈજા થઈ હતી.
મળતી માહિતી અનુસાર, સુરતના સહારા દરવાજા વિસ્તારમાં રહેતો પરિવાર આજે છોકરાની બાબરી ઉતારવા માટે શિરડી જવા નીકળ્યા હતા. શ્રીજી ટ્રાવેલ્સની ખાનગી બસમાં ૬૦ જેટલા લોકો સવાર હતા. દરમિયાન સાપુતારા ઘાટ માર્ગ પર પહોંચ્યા હતા. જ્યાં બસ ઘાટ ચડી ન શકતા રિવર્સમાં આવી હતી. અને બ્રેક ફેઈલ થઈ ગઈ હોવાથી બસ ખીણમાં ઉતરવા લાગી હતી. બસમાં સવાર તમામ લોકો બુમાબમ કરવા લાગ્યા હતા. જોકે, ખીણમાં ઉચરતી બસ વચ્ચે એક વૃક્ષ આવી જતા બસ અટકી ગઈ હતી. અને બસમાં તમામનો ચમત્કારિક બચાવ થયો હતો.
બસ ખીણમાં ઉતરી જવાના કારણે સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર ૬૦ લોકો પૈકી ૧૦ને સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી ૧૦૮ દ્વારા શામગહાન પીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પ્રાવસીઓને સાપુતારાથી ખાનગી વાહનોમાં રવાના કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.