આજે મહાત્મા મંદિર ખાતે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી – ય્ેંનો સાતમો ગૌરવશાળી પદવીદાન સમારોહ સંપન્ન થયો હતો. ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીએ યુવા વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાન-કૌશલ્યથી રાષ્ટ્રને નવી વૈશ્વિક ઊંચાઇઓ પાર કરાવવાના સંવાહક બનવા આહવાન કર્યું છે. ઇજનેરી, મેનેજમેન્ટ તથા વિવિધ વિદ્યાશાખાના સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરેટ પ્રોગ્રામના ૪,૩૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓને આ અવસરે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અને રાજ્યપાલએ ૧૯૮ ડિગ્રી ધારકોને ઉત્કૃષ્ટતા માટેના ગોલ્ડ મેડલ પણ એનાયત કર્યા હતાં.
રાજ્યપાલએ યુવા વિદ્યાર્થીઓને સંબોધતા ઉમેર્યું કે વિકસિત ભારતની સંકલ્પનામાં છાત્રશક્તિની અહેમ ભૂમિકા રહેલી છે. આ છાત્રશક્તિએ શિક્ષણના આયુધથી સજ્જ થવા સાથે ગ્રામીણ-અંતરિયાળ વિસ્તારોને પણ વિકાસની હરોળમાં લાવવાનું દાયિત્વ નિભાવવાનું છે. તેમણે કહ્યું કે ય્ેંએ શિક્ષણના વ્યાપ અને સમયાનુકૂલ શિક્ષા-પ્રણાલિના પરિપ્રેક્ષ્યમાં વિશ્વમાં નામના મેળવી છે તેવી યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે હવે સમાજ તમારી તરફ મીટ માંડીને બેઠો છે. રાજ્યપાલએ યુવાશક્તિને સ્પર્ધાત્મક્તા- કમ્પિટિટિવનેસ સાથે સંવેદનશીલતા – સેન્સિટિવિટીનો પણ ભાવ કેળવી સમાજ-રાષ્ટ્ર શ્રેયાર્થે પ્રદાન કરવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ ઓ પી કોહલીએ પદવીદાન પ્રસંગે શિક્ષિત યુવાનો અને બેરોજગારીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ઓ પી કોહલીએ કહ્યું હતું કે, “ભણતર બાદ નોકરી ન મળે તે ચિંતાનો વિષય છે. આ સ્થિતિ એલાર્મિગ છે. યુવાનોને ભણતર અને ઉચ્ચ શિક્ષણ બાદ રોજગારી સુનિશ્ચિત નથી. વિશ્વ વિદ્યાલયોએ આ મામલે ચિંતા કરવાની જરૂર છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવા છાત્રોને શિક્ષા પદવી સાથે દીક્ષા-સંસ્કારનો સમન્વય સાધીને સમાજ તેમજ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રદાન કરવા પ્રેરણા આપી હતી. તેમણે ય્ેંનો પદવીદાન સમારોહ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ એ જ યોજાયો છે, તેને ઉપયુક્ત ગણાવતાં યુવાનોને નયા ભારતના નિર્માણ માટે કમર કસવાના અવસર તરીકે ઉપાડી લેવા આહવાન કર્યું હતું.
હવેના સમયમાં માત્ર શિક્ષા જ પર્યાપ્ત નથી. સમાજ દાયિત્વ ભાવનાના સંસ્કાર અને રાષ્ટ્ર-સમાજને ઉપયોગી થવાની ખેવના પ્રત્યેક યુવામાં હોવી જોઇએ. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં પ્રેરક પંક્તિઓ ટાંકતા ઉમેર્યું કે, “નિર્માણ કે પાવન યુગ મેં, હમ ચારિત્ર્ય નિર્માણ ન ભૂલે…” તેમણે ગરીબી, બેરોજગારી સહિતની સમાજ સમસ્યાઓના સમાધાન માટે યુવાછાત્રોને સાયન્સ-ટેક્નોલોજીનો મહત્તમ વિનિયોગ કરવાની પણ શીખ આપી હતી. તેમણે નવા ઇનોવેશન્સ નવા આઇડિયાઝથી આ યુવા વિદ્યાર્થીઓ તેમણે ઉર્જિત કરેલી જ્ઞાન સંપદાથી સિદ્ધિની નવી છલાંગ લગાવવાની મળેલી તકથી મા ભારતીનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેક્નિકલ એજ્યુકેશનના વાઇસ ચેરમેન ડૉ. એમ. પી. પૂનિયાએ ય્ેંના છાત્ર માત્ર ય્ેંના વિદ્યાર્થી જ નહિં, ગાંધીના ગુજરાતના યુવાનો છે તેમ ગૌરવસહ જણાવ્યું હતું. તેમણે પ્રાધ્યાપકો-અધ્યાપકોને પણ ઓનેસ્ટી-ડેડિકેશન-પેશનથી સેવારત રહી ભારતના ઉત્તમ ભવિષ્યના ઘડવૈયા બનવા અનુરોધ કર્યો હતો. ડૉ. પૂનિયાએ વિદ્યાર્થીઓને હવે સમાજમાં પદાર્પણ કરીને વ્યવસાય-અભ્યાસ-શિક્ષણના ત્રિવિધ સંગમથી ટીમવર્ક દ્વારા ભારતમાતાની સેવાનો સંદેશ આપ્યો હતો.