શ્રીલંકામાં ઇસ્ટરના પ્રસંગે કરવામાં આવેલા સિરિયલ બોંબ બ્લાસ્ટના કનેક્શન ભારત સાથે પણ નિકળી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સંબંધમાં ભારતીય તપાસ સંસ્થાએ બે યુવાનોની ધરપકડ કરી છે. બંનેની હાલમાં પુછપરછ ચાલી રહી છે. મળેલી માહિતી મુજબ બંને યુવાનોને કાસરગોડ જિલ્લામાંથી પકડી લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અગાઉ પણ કેટલાક કટ્ટરપંથીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આ વિસ્તારમાંથી અનેક યુવાનો આતંકવાદી સંગઠન આઈએસથી પ્રભાવિત થઇને આ સંગઠનમાં સામેલ થયા હતા. આઈએસમાં સામેલ થવા માટે આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં જતા રહ્યા હતા જે બંને યુવાનોને પકડી લેવામાં આવ્યા છે તેમના સીધા સંબંધ શ્રીલંકા બ્લાસ્ટના મુખ્ય કાવતરાખોર સાથે હોવાનું જાણવા મળી રહ્યું છે. એનઆઈએના હેડક્વાર્ટરમાં તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.
અત્રે નોંધનીય છે કે, ૨૧મી એપ્રિલના દિવસે ઇસ્ટર પર્વ પર ૨૦ મિનિટની અંદર ત્રણ ચર્ચ અને ત્રણ લકઝરી હોટલો ઉપર હુમલા કરાયા હતા. જેમાં ૩૨૫થી પણ વધુ લોકોના મોત થઇ ગયા હતા. ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. જે બ્લાસ્ટ કરાયા હતા તે પૈકી ચર્ચ અને હોટલોમાં હતા.
આ બ્લાસ્ટમાં બ્રિટિશ, યુએસ, ઓસ્ટ્રેલિયા, તુર્કિસ, ભારતીય, ડેનિસ, ડચ અને પોર્ટુગલના નાગરિકોના માત થયા હતા. માર્યા ગયેલાઓમાં ૪૫ બાળકો પણ હતા. શ્રીલંકામાં રવિવારના દિવસે ઇસ્ટર પર્વ પર એક પછી એક આઠ પ્રચંડ બોમ્બ ધડાકા થયા હતા. જેના કારણે સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું. હુમલાખોરોએ ચર્ચ અને હોટલોને ટાર્ગેટ બનાવીને આ વિનાશક હુમલા કર્યા હતા. સિરિયિલ બોમ્બ બ્લાસ્ટથી સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું. હજુ સુધી મોતનો આંકડો વધીને ૩૨૫ ઉપર પહોંચ્યો હતો. શ્રીલંકાનઈતિહાસમાં થયેલા હજુ સુધીના સૌથી વિનાશક હુમલા તરીકે આને જોવામાં આવે છે. માર્યા ગયેલાઓમાં ૪૦થી વધુ વિદેશી નાગરિકો છે જેમાં અમેરિકા, ભારત અને અન્ય દેશોના નાગરિકો સામેલ છે. શ્રીલંકન પોલીસના તમામ જવાનોની રજા રદ કરી દેવામાં આવી છે. શ્રીલંકામાં એક પછી એક બ્લાસ્ટનો સીલસીલો શરૂ થયો હતો. સરકારના પ્રવક્તાનું કહેવું છે કે, આ સિરિયલ બ્લાસ્ટ માટે ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન નેશનલ તોહિદ જમાતની ભૂમિકા છે.
બીજી બાજુ આઈએસના કનેક્શન પણ બ્લાસ્ટમાં નિકળ્યા છે. શ્રીલંકામાં રવિવારના દિવસે સિરિયલ બ્લાસ્ટ કરાયા બાદ વ્યાપક દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ૨૫થી વધુની ધરપકડ કરવામાં આવી ચુકી છે. નવી નવી વિગતો ખુલી રહી છે. બીજી બાજુ કેરળમાં આજે વ્યાપક દરોડાનો દોર જારી રહ્યો હતો. ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાવવા માટે દેશ છોડનાર લોકોની પણ તપાસ થઇ રહી છે.