રાજુલા એસ.બી.આઇ. બેન્કના પરપ્રાંતિય હિન્દી ભાષી અધિકારીઓની ગ્રાહકોને થતી પજવણીનો વધુ એક બનાવ ખેડૂતોને પાક ધિરાણના સમયે હેરાનગતિથી માર્કેટ યાર્ડ ચેરમેન જીજ્ઞેશભાઇ પટેલ, હિરાભાઇ સોલંકીએ ઉચ્ચ લેવલે રજુઆત કરાઇ હતી. રાજુલા તાલુકામાં મોટાભાગના ખેડૂતભાઇઓ એસ.બી.આઇ. કૃષિશાખામાંથી ધિરાણ મેળવે છે તેમાં ભારે હેરાનગતિ થતા આગેવાનો દ્વારા ઉચ્ચસ્તરે રજુઆત કરવામાં આવી છે. રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીજ્ઞેશભાઇ પટેલ દ્વારા રજુઆત કરતા જણાવ્યું હતું. કે મોટાભાગના ગામડાઓમાં ખેડૂતભાઇઓ ધિરાણ મેળવવા રાજુલા આવે છે. રાજુલામાં દિવસ દરમ્યાન ખેડૂતોને ઓછા પ્રમાણમાં ધિરાણ મળે છે. ખેડૂતોની લાઇનો લાગે છે. અને ગામડેથી આવતા ખેડૂતોને ધક્કા થાય છે. કાઉન્ટરના અભાવે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. આથી આ બાબતે તાકીદે કાર્યવાહી કરવા કૃષિમંત્રીને રજુઆત કરવામાં આવી છે.