રાજુલા નજીક જુની બારપટોળી ગામે ચાલતા જુગારધામ પર એસ.ઓ.જી.ની રેઇડ ૫ શકુનિઓ રૂા.૧ લાખ ૫ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા અન્ય નાસભાગ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જિલ્લા પોલીસ અધ્યક્ષ ઓરીજન કડકની છાપ ધરાવતા એસપી નિર્લિપરાય જે દારૂ જુગાર માટે કડક હાથે કામ લેવા માટે પ્રખ્યાત છે. બાતમીના અધારે અપાયેલ સુચના મુજબ રાજુલા તાલુકાના જુની બારપટોળી ગામે પટેલશેરી દરજીના મકાન પાસે ચાલતા જુગારધામમાં ૧૧ શકુનિયો જેમાં સામત વાજસુર લાખણોત્રા, કાનજી અમરા જીતીયા, ધીરૂ નારણ સાગઠીયા, ભોળાભાઇ આતાભાઇ વાઘ, ભાવેશ હરીભાઇ પરમારને રંગે હાથ પકડી પાડી સ્થળ પરથી રૂા.૧ લાખ ૧૭ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા જેમાં રોકડ રૂપિયા ૭૭૫૦, મોબાઇલ નંગ ૫ તથા મોટર સાયકલ નંગ ૪ સહિત મુદ્દામાલ સાથે કુલ રૂા.એક લાખ ચાર હજાર ચારસો પચાસની રકમ સાથે જપ્ત કરી તમામ આરોપીઓની વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી તમામને સ્થાનીક રાજુલા પોલીસ હવાલે કરી કસ્ટડીમાં ધકેલાયા છે. આ મેટરથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.