બોટાદ જીલ્લાના રાણપુરમાં ધારપીપળા રોડ ઉપર આવેલી શ્રીમતિ ચંપાબેન સુખલાલ ગદાણી હાઈસ્કુલ ખાતે વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો.સંતો તથા મહાનુભાવો હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.રાત્રીના સમયે સી.એસ.ગદાણી હાઈસ્કુલના મેદાનમાં ભવ્ય વાર્ષિક ઉત્સવ ઉજવાયો જેમાં વિવિ સાંસ્કૃતિક પ્રોગ્રામ ની સાથે શાળાનો વાર્ષિક અહેવાલ, વિવિધક્ષેત્રના તારલાઓનું સન્માન,અંધ શ્રધ્ધા નિવારણ જન જાગૃતિ કાર્યક્રમ સહીત અનેક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.જેમાં વિજ્ઞાનજાથા રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યા દ્વારા જાથાના ચમત્કારિક પ્રયોગ નિદર્શનમાં એકના ડબલ,હાથમાંથી કંકુ-ભસ્મ-લોહી નિકળવુ, રૂપિયાનો વરસાદ, મનગમતી મીઠાઈ ખવડાવવી, કાનેથી ચિઠ્ઠી વાંચવી,ધગધગતા અંગારા ખાવા,, શરીર ઉપર સળગતા કાકડા ફેરવવા,,અગ્નિનું આપોઆપ સળગવું સહીત અનેક પ્રયોગ સ્થળ ઉપર કરી બતાવી લોકો ને શીખડાવવામાં આવ્યા હતા.અને આવી કોઈ અન્ન શ્રધ્ધામાં નહી માનવા અંગે નુ પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.જ્યારે સ્કુલ સંચાલક દ્વારા અગાઉ સી.એસ.ગદાણી સ્કુલમાં ભણેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.જેમા કુલદીપ અજીતભાઈ ચાવડા જેઓ અત્યારે પી.આઈ છે,,અમિત આર.જાદવ જેઓ અત્યારે ડોક્ટર છે,,સર્જીલા મકસુદભાઇ શાહ જેઓ અત્યારે ડોક્ટર છે,, કાળુ ધરમશીભાઈ ગાબુ જેઓ ખો-ખો રમતના નેશનલ પ્લેયર છે,,જ્યારે ગોપાલ હરીભાઈ પરમાર જેઓ અત્યારે ગુજરાતી ફીલ્મ ના કલાકાર છે,,આવા અનેક વિદ્યાર્થીઓ ગદાણી સ્કુલ માં અભ્યાસ કરી ને ઉચ્ચ કક્ષા એ નામના મેળવી રાણપુર નું નામ રોશન કર્યુ છે.આ વાર્ષિક ઉત્સવમાં લોયાધામના શ્રીજી વલ્લભસ્વામી, યોગરાજસિંહ ચુડાસમા-ચેરમેન ચુડાસમા રાજપુત સમાજ શિક્ષણ સમિતિ, નરેન્દ્રભાઈ બી દવે-ચેરમેન એ.પી.એમ.સી.રાણપુર, જીવાભાઈ રબારી-માજી સરપંચ, કનકબેન સાપરા-વિરોધ પક્ષના નેતા બોટાદ જીલ્લા પંચાયત, પ્રવિણસિંહ મોરી-્.ઁર્.ં.રાણપુર તાલુકા,મકસુદભાઈ શાહ,ડો. ધરાબેન ત્રીવેદી, નયનભાઇ સાવધરીયા, કૌશરભાઈ કલ્યાણી સહીત રાણપુર આજુ-બાજુ ના ગામોમાંથી લોકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા સી.એસ.ગદાણી હાઈસ્કુલના પ્રમુખશ્રી સંજીવકુમાર ગદાણી, મંત્રી રાજીવકુમાર ગદાણી, ટ્રસ્ટી રેખાબેન ગદાણી તથા હાઈસ્કુલના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.