માણસ પોતે જ પોતા ની ઉન્નતિ અને અધોગતિ માટે જવાબદાર હોય છે માણસ કેટલો સ્વેફિસ સ્વાર્થી હોય છે ખૂબ શરમ જનક કહી શકાય તેવી હરકતો કરતા માણસો વિવેક ખોઈ રહ્યા છે સામાજિક અગ્રણી તરીકે સાર્વજનિક ક્ષેત્ર માં રહેલ પણ આમા બાકાત નથી દામનગર શહેર માં સદગ્રહસ્થ દાતા પરિવારો એ પબ્લિક પ્લેસ જાહેર સ્થળો પર વોટર કુલર મૂકી રાહદારી ઓ ગિષ્મ માં શીતળ જળ પી શકે તેવા સુંદર ઉદેશ સાથે ઠંડા પાણી માટે ઠેર ઠેર વોટર કુલર તો મુક્યાં પણ દાતા ઓ ના દિલ દુઃખ થી દ્રવી ઉઠે તેવી હદે સ્વેફિસ સ્વાર્થી માણસ દ્વારા થતા દૂર ઉપીયોગ થી ભારે દુઃખ અનુભવે તેવી લાગણી વ્યક્ત કરે છે દાતા ઓ એ મુકેલ વોટર કુલરમાંથી પીવાનું ઠંડુ પાણી કેરબા બાટલા ભરી પીવા શિવાય નો ઉપીયોગ કરતા ના દ્રશ્યો સામાન્ય છે દિવસ દરમ્યાન પાંચ થી વધુ વખત એક જ વ્યક્તિ વાર વાર ઠંડુ પીવા ની પાણી માત્ર વાસણ માંજવા લઈ જાય છે ખરેખર શરમ જનક છે પણ ચાસુ છે મુખ્ય બજારો માં રાહદારી ઓ ને પીવા માટે મુકેલ વોટર કુલર નો દૂર ઉપીયોગ કરતા સનકી ઓ ને ઈશ્વર સદબુદ્ધિ આપે દાતા ઓ એ રાહદારી ઓ ની તૃષા છીપાવવા માટે સુંદર કાર્ય કર્યું પણ દયા ડાકણ ને ખાય તેવો ઘાટ સર્જાયો દામનગર શહેર ના રામજી મંદિર .રોકડીયા હનુમાનજી મદિર મેલડી માતાજી સહિત અનેકો સ્થળો પર સહજ રીતે જોવા મળતા દ્રશ્યો ઠંડા પીવા ના પાણી ના કેરબા બાટલા ભરી કપડાં વાસણ ધોવા માટે વાર વાર કેરબા ભરતા દ્રશ્યો સહજ થઇ રહ્યા છે શુ માણસ આટલો બધો સ્વેફિસ સ્વાર્થી હોય શકે ? દિવસ દરમ્યાન વાર વાર ઠંડા પીવા ના પાણી ના કેરબા ભરી દુકાનો કે ધર પાસે છાંટે તે વિવેક છે ? ગિષ્મ માં હિમાલય જેવો હેત દર્શાવતા દાતા ઓ એ મુકેલ વોટર કુલર નું ઠંડુ પાણી શુ દુકાનો કે ઘર ના આંગણ માં છાંટી આપણે શું સંદેશ આપી એ છીએ ? મુખ્ય બજારો માં મુકેલ વોટર કુલર નું ઠંડુ પીવા નું પાણી આવી રીતે બગાડવું તે માનવતા છે? સાર્વજનિક સગવડ નો ઉપીયોગ આવી રીતે કરવા નો સંદેશ આપણે ભાવિ પેઢી ને આવો આપવો છે ? સ્વંયમ સમજ અને વિવેક આપણે આવો શીખ્યા છીએ ? ૨૩ માર્ચે જોરશોર થી ઉજવતા જળદીને જળ બચાવો માટે ફોટા પ્રસિદ્ધિ માટે પડાપડી કરતા જળ વિવેક ની સુંદર વાતો કરી એ છીએ પણ જરૂર થી વધુ જળ ખનન કરતા ઓ ને મંદિર માં બેઠેલા દેવ સદબુદ્ધિ આપે.