સેંથળી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ધરપકડ

665

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રોહીબીશન એક્ટની કડક અમલવારી થાય તે અંગેની સુચના કરવામાં આવેલ હોય જે અંગે એલ.સી.બી. બોટાદના પોલીસ ઇન્સપેક્ટર  એચ.આર.ગોસ્વામીની સુચના મુજબ એલ.સી.બી. ના હેડ.કોન્સ. રામદેવસિંહ દેવુભા મોરીને મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ. ભગવાનભાઇ શામળાભાઇ ખાંભલા, હેડ કોન્સ. લક્ષ્મણદેવસિંહ ચુડાસમા, પો.કો. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા,હેડ કોન્સ. વનરાજભાઇ વિશૂભાઇ બોરીચા,તરૂણભાઇ દાદુભાઇ ખોડીયા, પો.કોન્સ. જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ, પો.કોન્સ.બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા એ બોટાદમાં રહેતા હિરેનભાઇ ગોવીદભાઇ પરમાર પોતાની સ્વીફ્ટ ડિઝાયર ગાડી નંબર ય્ત્ન.૦૪.છઁ.૧૪૮૫ માં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો લઇને બરવાળા થી બોટાદ તરફ આવતા હોય તેને સેંથળી ગામે પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૨ કિ.રૂ.૨૬,૩૪૦ તથા સ્વિફ્ટ ડિઝાયર ગાડી કિ.રૂ. ૨,૫૦,૦૦૦ તથા એક મોબાઇલ કિ.રૂ.૧૦૦૦ તથા રોકડ રૂ. ૭૮૦ કુલ ૨,૭૮,૧૨૦ ના મુદૃામાલ સાથે પકડી પાડી આરોપીની વિરૂધ્ધમાં બોટાદ પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Previous articleદામનગરમાં વોટર કુલરનો થતો દુરઉપયોગ
Next articleતા.૨૯-૦૪-ર૦૧૯ થી ૦૫-૦૫-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય