તા.૨૯-૦૪-ર૦૧૯ થી ૦૫-૦૫-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

1033

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર ઉચ્ચના સુર્ય સાથે સપ્તાહના મધ્યભાગથી બુધગ્રહનું આવવું શુભ આદિત્યયોગનું નિર્માણ કરે છે. તેથી આ સમય કાર્ય સફળતા મેળવવા માટેનો ઉત્તમ સમય છે. સ્વયપરાક્રમથી કરેલા દરેક કાર્યો  દિપી ઉઠશે. નવા કાર્યો માટે પણ સમય  શુભ છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર મંગળ ગ્રહ અને બીજે રાહુ સાથે બારમાં સ્થાનમાં ઉચ્ચનો સુર્ય અશુભ પાપકર્તરી યોગનું નિર્માણ કરે છે. તેથી માનસિક એકાગ્રતા કેળવવી મુશ્કેલ બની શકે છે. સાથે શનિગ્રહની પનોતીનો કપરો સમય છે. તેથી પરિસ્થિતિ સમજીને જીવવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાખ રાખવું પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિશ્વાસ કેળવવો જ રૂરી છે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે શુભ સમય છે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશુે. આપના માટે શનિવારને અમાસ આવે છે.ત ેથી શનિદેવને તેલ ચઢાવવું અને દરરોજ સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ગુરૂ ગ્રહની નિર્બળતા અને મંગળગ્રહનો અશુભ બંધનયોગ યાથતવ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તેમ છતા કર્મસ્થાન અને લાભ સ્થાનની પ્રબળતા કાર્ય સફળતાના યોગ આપે છે. જે આર્થીક રીતે જ શુભ ફળ આપે છે. તેથી માનસિક એકાગ્રતા આપે જ કેળવવી પડશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ-બહેનોનં આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં  આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી અશુભ રાહુ ગ્રહના બંધનયોગમાં પણ નસીબ કર્મ અને લાભ સ્થાનની પ્રબળતા કાર્ય સફળતાના યોગ આપે છે. તેથી સમય શક્તિનો સદ ઉપયોગ કરવો જરૂરી બનશે. નહીં તો ભવિષ્યના સમયમાં જ મંગળગ્રહ પણ બંધનયોગ આપે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં નિરાકરણ માટે શુભ સમય છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટેબ ુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહો ઉત્તરોઉત્તર પ્રગતિ આપે છે. ઘણા સમયથી રોકાયેલા કાર્યોનું નિરાકરણ મળશે. નવા કાર્યોનું આયોજન સફળ થશે. અચાનક કાર્ય સફળતાના યોગ પણ મળશે. માત્ર ગુરૂગ્રહનો બંધનયોગ છે. તેથી હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સર્વ સંમતીથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે વધુ મહેનતે થોડી સફળતા મેળવાનાર યોગ છે. તેથી કાર્યક્ષમતામાં વૃધ્ધિ કરવાથી પ્રગતિકારક સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ નસીબ અને કર્મસ્થાનની પ્રબળતા કાર્ય સફળતાના યોગ આપે છે. સાથે મહત્વકાંક્ષાએમાં પણ વૃધ્ધી કરે છે. પણ સાથે શનિગ્રહની પનોતી અને ઉચ્ચના સુર્યનો અશુભ બંધનયોગ મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહીને વાસ્તવિકતામાં જીવવા સુચવે છે.  મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ યથાવત કાર્ય સફળતા સાથે હજુ આ સપ્તાહમાં પણ મંગળગ્રહનો બંધનયોગ યથાવત અશુભફળ આપે છે. તેથી વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવી જરૂરી બનશે. નહીં તો જે મહેનતનું ફળ મળી શકે છે તે પણ વ્યર્થ પરિણામ આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોના કાર્યોનું નિરાકરણ મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ ફળ મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શુક્રવારના વ્રત અને ગણપતિનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મૌન રહેવાથી જ પ્રગતિ મળી શકે છે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આ સપ્તાહમાં સમય શક્તિનો સંપુર્ણ સદઉપયોગ કરવાનું સુચવે છે. કાર્ય સફળતા માટે આ સપ્તાહમાં જ શુભ પરિણામ મળી શકે છે. કારણ કે આવતા સપ્તાહમાં રાશીપત્તી મંગળગ્રહ રાહ સાથે દોઢ માસ માટે અશુભ બંધનયોગ આપે છે. તેથી એકાગ્રતા કેળવવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યો માટે નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિ કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળસમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને ગુરૂગ્રહનો અશુભ બંધનયોગ પ્રતિકુળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તેમ  છતાં બુધ્ધી સ્થાનમાં ઉચ્ચનો સુર્ય અને રોગ શત્રું સ્થાનમાં મંગળગ્રહ ગમે તેવા રોગ શત્રું સામે વિજય અપાવી શકે છે. કપરા કાર્યો પણ સરળ બની શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થ્ક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે.બ હેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના શનિ અને ભુતકાળના કર્મો શુભ હશે તો જ કાર્ય સફળતાનાયોગ આપને મળી શકે છે. કોઈપણ મહત્વના નિર્ણયોમાં ધીરજ ધરવી જરૂરી છે. કારણ કે જન્મના ચંદ્ર ઉપર શનિ રાહુનો શાપીત દોષ નિરાશા અને નિષ્ફળતા જ આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે, પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી  અને કાયદાકીય બાબતોમાં સહિ સિક્કામાં ધ્યાન રાખવું યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય ચાલીશાના પાઠક અન સુંદરકાંડ વાંચવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી બુધ્ધી સ્થાનમાં રાહુ અને લાભ સ્થાનમાં શનિ કેતુનું ભ્રમણ અશુભ શાપીતદોષનું નિર્માણ કરે છે અને સાથે મંગળગ્રહનો બંધનયોગ ન સહેવાય ન કહેવાય તેવી પરિસ્થિતિ આપી શકે છે. તેથી ધીરજ અને સંયમનો કેસોટી કાળ મળી શકે છે.  મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો, સંતાોનનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ જળવાઈર હેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે.  બહેનો અને વિદ્યાર્થી માટ મિશ્રફળદાયી સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુખ સ્થાનથી કર્મસ્થાનમાં રાહુ શનિ અને કેતુ ગ્રહનું ભ્રમણ અશુભ શાષીત દોષનું નિર્માણ કરે છે. અને આવતા સપ્તાહથી મંગળગ્રહ પણ દોઢ માસ માટે રાહુ સાથે અશુભ અંગાર યોગ આપે છે. તેથી આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે સાચવવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગી બનશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને  શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

Previous articleસેંથળી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ધરપકડ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે