ભાવનગરમાં ચાર શખ્સોએ યુવકની તલવાર-લાકડીના ઘા ઝીંકી હત્યા કરી

1485

શહેરમાં વિઠ્ઠલવાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે ૧૧.૩૦ પછી સાગર માર્બલ પાસે નીરવ ઉર્ફે બાવાકની કરપીણ હત્યા ચાર શખ્સો દ્વારા કરવમાં આવી હતી. તલવાર અને લાકડી વડે હત્યા કરીને ચાર શખ્સો ફરાર થઇ ગયા હતા બનાવ બાદ મોડી રાત્રે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો

ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં બે માળીયામાં રહેતા નીરવ ઉર્ફે બાવકો રાજુભાઈ વેગડની વિઠ્ઠલવાડીમાં રહેતા અન્ય ચાર શખ્સો સાથે મોડી રાત્રે વિઠ્ઠલવાડીના નાકે રોડ પર સાગર માર્બલ પાસે ૧૧.૩૦ વાગ્યા બાદ બોલા ચાલી થઇ હતી. આ ઘટના બાદ વિઠ્ઠલવાડીમાં રહેતા અજયસિંહ ,રણજીતસિંહ જયદીપ સિંહ અને અર્જુનસિંહ નામના શખ્સોએ તલવાર અને લાકડીઓ લાવીને નીરવ વેગડ પર છાતીના ભાગે ઘા કર્યા હતા. તેમણે નીરવને હાથ અને પગ પર માર માર્યો હતો. ત્યારબાદ ચારેય શખ્સો નાસી છૂટ્યા હતા.

આ ઘટના બાદ ગઈકાલે  મોડેથી પોલીસને જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. આ બનાવને પગલે મૃતક નીરવ વેગડના ભાઈ વિમલ રાજુભાઈ વેગડએ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે મૃતકનો ભાઈ ભાવનગરમાં લેબર કોન્ટ્રાક્ટર છે.

ભાવનગરમાં એક પછી એક એમ સતત ચોથા દિવસે ચોથી હત્યા બાદ ભાવનગર પોલીસ તંત્ર હચમચી ગયું છે. વિઠ્ઠલવાડીમાં થયેલી ચોથી હત્યા બાદ પોલીસ સજાગ બની છે પણ પોલીસ તંત્ર સામે એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે આખરે પોલીસનો ડર કે કાયદાનો ડર કેમ લોકોમાં રહ્યો નથી ?

Previous articleસત્ય, પ્રેમ, કરુણા જેટલુ વહેંચો તેટલું વધે – મોરારીબાપુ
Next articleરાજય પારિતોષિક સ્પર્ધામાં  ઘનશ્યામનગર પ્રા. શાળાની મિતલ મકવાણા બીજા નંબરે