રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણી બ્રિટિશ શાસન સામે આઝાદી ની લડત માં જોડાયેલા, બ્રિટિશ શાસકો એ ઝવેરચંદ મેઘાણી સામે રાજદ્રોહ નો કેસ કરી સ્પેશ્યલ અદાલતમાં રજૂ કરાયા, જે સમયે ડાક બંગલા તરીકે ઓળખાતું તે સ્થળ આજે જર્જરિત અવસ્થા માં રેસ્ટ હાઉસ છે આ સ્થળે જજે ૨૮ એપ્રિલ ૧૯૩૦ ના રોજ ઝવેરચંદ મેઘાણી ને બે વર્ષ ની સજા કરેલ અને ઝવેરચંદ મેઘાણી ને સાબરમતી જેલમાં મોકલી દેવાયા હતા આ પ્રસંગને યાદ કરી દર વર્ષે ઝવેરચંદ મેઘાણીની યાદ માં આજના દિવસે ભાવાજંલિ કાર્યક્રમ યોજાયો.