મર્હુમ સરદારભાઇ નન્નુભાઇ સોલંકીના ઇસાબે સવાબ અર્થે સમસ્ત મુસ્લીમ સમાજનો સમુહ શાદી શહેરના લીલાપીર દરગાહ, નવાપરા ખાતે ૨૧ દુલ્હન-દુલ્હા (મા-બાપ વગરના) નિકાહના પાકબંધનમાં બંધાયા. આ પ્રસંગે મુસ્લીમ સમાજના આલીમો, મૌલાના, મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી દુલ્હા-દુલ્હનને શાદીની મુબારકબાદી પાઠવી હતી. આ સમારોહને સફળ બનાવવા ઇસુબભાઇ સોલંકી, અયુભાઇ સોલંકી, મેમુદભાઇ સોલંકી, ફારૂકભાઇ શેખ સહિતના એ જહેમત ઉઠાવી હતી.