લાઠી તાલુકાના હાવતડ ગામે પીવાના પાણીનો કકળાટ  ગ્રામ્ય મહિલાઓ દ્વારા બેડા સરઘસ 

884

લાઠી તાલુકા ના ૨૦૦૦ ની વસ્તી ધરાવતા હાવતડ ગામે આજે પીવા ના પાણી મુદ્દે મહિલા વર્ગે રણચંડી બની અને ગ્રામ્ય ક્ક્‌ષા એ બેડા સરઘસ કાઢી પાણી આપવા ના પોકારો કરી અને આવનારા સમય માં યોગ્ય નહી થાય તો તાલુકા જીલ્લા ક્ક્‌ષા ની કચેરી માં ઘેરાવ કરવા અંગે ચીમકી ઉચ્ચારવા માં આવી હતી

હાવતડ ગામે રહેતી ૫૦૦ થી વધુ ગૃહિણી દ્વારા આજે બપોર ના સમયે ગ્રામ્ય ક્ક્‌ષા એ એકત્ર બની ખાલી બેડા સાથે ગ્રામ્ય ફૂટમાર્ચ બાદ જાહેર ચોક માં એકઠા બની બેડા અથડાવી પાણી આપવા જાહેર પોકાર કરવા માં આવ્યા હતા મહિલા વર્ગ ના જણાવ્યા મુજબ વિશ વિશ દિવસ સુધી પીવા ના પાણી નું વિતરણ કરવા માં આવતું નથી જેના કારણે રોજીંદા જીવન માં અનેક યાતના નો સામનો કરવો પડી રહ્યો છે સાથો સાથ ચુંટણી સમયે દેખાતા આગેવાનો ગ્રામ્ય સુખાકારી માટે પાણી પ્રશ્ન ઉકેલવા માં ઉણા ઉતરી રહ્યા છે અને સરકારી બાબુ સબ સલામત ના ગાન કરી રહ્યા નું જણાવી પોતાની હૈયા વરાળ મીડિયા સમક્ષ ઠાલવી હતી

આ તકે ઉપસ્થિત રહેલા અમરેલી જીલ્લા પંચાયત ના સદસ્ય મયુરભાઈ આસોદરીયા ના જણાવ્યા મુજબ ગ્રામ્ય સમસ્યા માટે અનેક વખત પાણી પુરવઠા વિભાગ માં જાણ કરવા માં આવી છે પરંતુ જાડી ચામડી ના અધિકારી રાજકીય કિન્નાખોરી થી કામ કરતા હોવાના આક્ષેપ

સાથે અગાઉ હાવતડ ગામ માટે પાણી સમસ્યા ઉકેલવા એક રીંગ બોર મંજુર થવા પામેલો પરંતુ સરકારી બાબુ દ્વારા રીંગ બોર માટે ના અભીપ્રાય આપવા ના સમયે ગ્રામ્ય ક્ક્‌ષા એ પુરતી માત્રા માં પાણી જલ સ્ત્રોત પૂરો પાડવા માં આવતો હોવાનો ખોટો અભિપ્રાય આપવા માં આવતા હાલ આ મળવા પાત્ર સુવિધા ઉપર પેપર વેઇટ મુકવા માં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે

અંદાજીત ૨૦૦૦ ની વસ્તી ધરાવતું હાવતડ ગામ હાલ રાજ્ય સરકાર ની નર્મદા યોજના આધારિત જળ સુવિધા ધરાવતું ગામ છે અહી નિયમિત અને પુરતા પ્રમાણ માં પાણી પુરવઠો

આપવા માં નહી આવતા જળ સંકટ ઘેરૂં બની રહ્યું છે મહિલા વર્ગ શિમ વગડા માં પાણી માટે રઝળપાટ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે યુદ્ધ ના ધોરણે પાણી પ્રશ્ને આગેવાનો પોતાનું પાણી બતાવે તેવી માંગ ઉઠી છે

Previous articleનવાપરા ખાતે સમુહશાદી સમારોહ યોજાયો
Next articleરિચા ચડ્ડા પાસે હાલમા સાત જેટલી ફિલ્મ હાથમાં