બાટલા હાઉસ ફિલ્મમાં કામ કરવા જોન આખરે માન્યો છે

603

સત્યમેવ જયતે ફિલ્મમાં કામ કર્યા બાદ જહોન અબ્રાહમની બોલબાલા ફરી એકવાર વધી ગઇ છે. તેની પાસે નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે. અનેક ફિલ્મોમાં તે કામ કરી રહ્યો છે. જેમાં પાગલપંતિ ફિલ્મ સામેલ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ જહોન હવે વધુ એક મોટી ફિલ્મ બાટલા હાઉસ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મનુ શુટિંગ  હવે પૂર્ણ કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મને પ્રાથમિક કાર્યક્રમ મુજબ ૧૫મી ઓગષ્ટ ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મ ૧૯મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટર પર આધારિત ફિલ્મ છે.  તાજેતરમાં જ મનોજ વાજપેયીએ આગામી ફિલ્મ ગલિ ગુલિયાની સ્પેશિયલ સ્કેનિંગમાં જહોન અબ્રાહમ મિડિયાની સમક્ષ હાજર રહ્યો હતો. એ વખતે જહોને કહ્યુ હતુ કે તે નવી ફિલ્મ કરવા જઇ રહ્યો છે. તેની નવી ફિલ્મ હવે બાટલા હાઉસ છે.   તેનુ શુટિંગ જ્યાં સુધી પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી શુટિંગ કરવામાં આવનાર છે.૧૫મી ઓગષ્ટના દિવસે ફિલ્મને રજૂ કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. આ તમામ બાબતો યોજનાપૂર્વક આગળ વધી રહી છે. ફિલ્મને લઇને વધારે શોધની જરૂર દેખાઇ રહી છે. જહોન અબ્રાહમે રો, પરમાણુ અને મદ્રાસ કાફે જેવી ફિલ્મ કરી છે.  વર્કશોપ આ તમામ ફિલ્મમો માટે કરવામાં આવ્યા બાદ શુટિંગ કરવામાં આવ્યુ હતુ. તેનુ કહેવુ છે કે વર્કશોપ ભૂમિકામાં નવા પ્રાણ ફુંકી દેવામાં મદદ કરે છે.ફિલ્મના શુટિંગને પૂર્ણ કરવામાં આવ્યા બાદ બાકીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ફિલ્મમાં જહોન સાથે અભિનેત્રી કોણ રહેશે તે અંગે હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. જહોનની સત્યમેવ જયતે ફિલ્મમાં જહોનની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી હતી. બાટલા હાઉસ ફિલ્મ પણ એક્શનથી ભરપુર ફિલ્મ તૈયાર કરવામાં આવનાર છે.

Previous articleઅક્ષય કુમાર અને કિયારા અડવાણીની જોડી ચકમશે
Next articleભાષણ કરવું અને તેનો અમલ કરવામાં ઘણો ફરક છે : વિજેન્દ્ર  સિંહ