હાર્દિક પંડ્યાની ફટકાબાજીથી ડરી ગયો હતો : દિનેશ કાર્તિક

541

કોલકત્તા અને મુંબઇ વચ્ચેની આઇપીએલમાં બન્ને ટીમોના ખેલાડીઓ તરફથી વિસ્ફોટક ઇનિંગ જોવા મળી. મેચ બાદ પોતાની પૉસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં દિનેશ કાર્તિકે મોટો ખુલાસો કર્યો હતો. તેને કહ્યું કે, આ એક સપાટ પીચ હતી અને અમે સારી શરૂઆત કરી, વિપક્ષી ટીમ પર એટેક કરવાનું શરૂ કર્યુ, જે અમારી મજબૂતી હતી. દિનેશ કાર્તિેકે કહ્યું કે, મને લાગે છે કે, હાર્દિક પંડ્યાને પણ શ્રેય આપવો જોઇએ, કેમકે આજે તેને જબરદસ્ત બેટિંગ કરી છે. અમે ડરી ગયા હતા. અમે તેના એક ખરાબ શૉટની રાહ જોઇ રહ્યાં હતા, અમે નસીબદાર છીએ કે તે અમને યોગ્ય સમયે મળ્યો.

નોંધનીય છે કે, મેચમાં કેકેઆરે મુંબઇને ૩૪ રનથી હાર આપીને મેચ પોતાના નામે કરી લીધી હતી. આ ઉપરાંત કેકેઆર ટીમનાં શુભમન ગિલે કહ્યું કે, મને તક મળી અને મેં ખુદને સાબિત કર્યો. મને તેની ખુશી છે. અમે સ્થિતિનો સામનો કરવા માટે અલગ અલગ સ્થને ધ્યાનમાં રાખતા પ્રેક્ટિસ કરીએ છીએ અને કોઈપણ ક્રમ પર આવવું અને બેટિંગ સાથે ચમકવું એક માનસિક સ્થિતિ હોય છે. ગિલે મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી હાર્દિક પંડ્યાના પણ વખાણ ક્યા, જેણે ૩૪ બોલમાં ૯૧ રનની ઇનિંગ રમી. ગિલે કહ્યું, આ એક હાર્ડ અને ક્લીન હિટિંગ ઈનિંગ હતી.

Previous articleભાષણ કરવું અને તેનો અમલ કરવામાં ઘણો ફરક છે : વિજેન્દ્ર  સિંહ
Next articleબળજબરીપૂર્વક ઘરમાં ઘૂસતાં ક્રિકેટર શમીની પત્નીની ધરપકડ