ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચેનો મામલો હજી શાંત પડ્યો નથી. હસીન જહાં રવિવારે પોતાની પુત્રી સાથે અમરોહાના સહસપુર અલીનગર સ્થિત મોહમ્મદ શમીના નિવાસસ્થાને પહોંચી ગઇ હતી. શમીના પરિવારના વિરોધ છતાં તે એક રૂમમાં બેસી ગઇ હતી. જોકે ત્યારબાદ તેને ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી. આ સમગ્ર ધટનાની જાણકારી પોલીસને પણ આપવામાં આવી હતી. સોમવારે પોલીસે હસીન જહાંની ધરપકડ કરી હતી.ઝડપી બોલર શમી અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલી રહી છે. હસીનના પરિવારજનોએ કહે છે કે હસીન પોતાની મરજીથી સાસરે જઇ શકે છે અને તેને કોઇ રોકી શકે નહીં. તો બીજી તરફ શમીના પરિવારજનોએ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે હસીનનો તેમના ઘરમાં કોઈ અધિકાર નથી. તે શમીના મુરાદાબાદ સ્થિત ઘરમાં રહે છે અને ત્યાં જ રહે. પ્રાપ્ત માહિતી મુજબ હસીન તાજેતરમાં જ મતદાન માટે અલીનગર આવી હતી. જોકે તે તેના સાસરે ગઇ ન હતી. બંને પક્ષે એકબીજા પર મારામારીનો આક્ષેપ પણ કર્યો છે. ડિડૌલી પોલીસ સ્ટેશનના પ્રભારી દેવેન્દ્ર કુમારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સૂચના મળતા પોલીસ તરત જ સ્થળ પર પહોંચી ગઇ હતી.