વડોદરા શહેરના વડસર રોડ ઉપર આવેલી અક્ષર રેસિડેન્સીમાં મકાન નં-૫૦૬માં રહેતી અને બ્યૂટી પાર્લર ચલાવતી પરિણીતાએ વહેલી સવારે ગળે ફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
વડોદરા શહેરના વડસર રોડ પર અક્ષર રેસિડેન્સીમાં હેતાક્ષીબહેનના પતિ કુલદીપકુમાર પટેલ વતનમાં ખેતીકામ કરે છે. તેઓ તેમના ૫ વર્ષના પુત્ર ધૈર્ય સાથે સસરા પ્રવિણભાઇ પટેલ સાથે રહેતા હતા. મોડી રાત્રે તેઓએ કોઇક કારણસર પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. સિનિયર કે.જી.માં અભ્યાસ કરતા પાંચ વર્ષના પુત્ર ધૈર્યની પરવા કર્યા વિના હેતાક્ષીબહેન પટેલે કયા કારણોસર ફાંસો ખાઇ લીધો. તે રહસ્ય અકબંધ છે. હાલમાં માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ એ.એસ.આઇ. વહીદભાઇ કરી રહ્યા છે.
બહેરામપુરામાં રહેતી ૧૭ વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. તેના ઘરની સામે ૫૦ વર્ષીય મહિલા રહે છે. દોઢ વર્ષથી મહિલા સગીરાને તેની સાથે મિત્રતા બાંધવા માટે વાંરવાર દબાણ કરતી હતી. પરંતુ સગીરા તેની સાથે મિત્રતા કરવા તૈયાર ન હતી. ગઈકાલે સવારે મહિલા સગીરાના ઘર સામે મન ફાવે તેવું બોલવાનું ચાલુ કર્યું હતું. તેણે સગીરાને કહ્યું હતું કે તુ મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે નહિંતર કોઈની સાથે ઘર માંડી લે તેવું કહ્યું હતું.
આ રીતે બોલાચાલી કરતા સગીરાને મનમાં લાગી આવ્યું હતું અને તેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.