દુષ્કાળની પરિસ્થિતિમાં કચ્છવાસીઓનો પાણી માટે પોકાર, ૧૭ ડેમો તળિયા ઝાટક બન્યા

539

ઉનાળાની શરૂઆતમાં કચ્છમાં આ વર્ષે પણ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં છેવાડાના ગામોમાં પીવાના પાણી માટે વલખા માટે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ કચ્છના મોટા ભાગના જળાશયો તળિયા ઝાટક થઇ ચૂક્યા છે. ખાલીખમ ડેમોની હાલત જોતા આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બને તેવું લાગી રહ્યું છે. હાલમાં ૧૭ ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે. જ્યારે કે, કચ્છના અંજાર તાલુકાના ટપ્પર ડેમ, રાપર તાલુકાના સુવઈ અને ફતેહગઢ ડેમ નર્મદા નીરથી ભરવામાં આવી રહ્યા છે. કચ્છ જળાશયો સુકાઈ જતા આકારો ઉનાળો પાણી વગર કેવી રીતે નીકળશે તેવો સવાલ ઉઠી રહ્યો છે.

કચ્છના મોટાભાગના ડેમ પાણી સૂકાઈ જતા આ વર્ષ કચ્છના ખેડૂતો અને લોકો અને પશુધન માટે કપરોકાળ ચાલી રહ્યો છે. કચ્છના મોટાભાગના ડેમોમાં થોડાક અંશે પાણીનો જથ્થો બચ્યો છે. જેને પગલે સમગ્ર જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈ માટેના પાણીની વિકટ સ્થિતિ ઉભી થવા ભીતિ સેવાઈ રહી છે. કચ્છમાં માધ્યમ સિંચાઇના ૨૦ ડેમ છે. જેમાં માત્ર ૩ ડેમો માં જ પાણી છે. બાકીના ડેમો ખાલીખમ થઈ ચૂક્યા છે. હાલ કચ્છના ડેમોમાં કુલ પાણી ૧૨.૯૦ ટકા જ રહ્યું છે. પરંતુ આકરા ઉનાળામાં કચ્છના ડેમોમાં માત્ર ૧૬.૬૦ ટકા પાણી બચ્યું છે. તો આ પાણી ઉનાળાના અંત સુધી કેમ ચાલશે તે પણ એક સવાલ કચ્છવાસીઓને સતાવી રહ્યો છે.

Previous articleગરમીથી રાહત આપવા રાજકોટ મનપા દ્વારા ઓ.આર.એસ. કોર્નર, પીવાના પાણીની વ્યવસ્થા
Next articleટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૩ લોકોના મોત