ટેન્કરે એક્ટિવાને અડફેટે લેતાં અમદાવાદના કિશોરનું મોત, ૧ને ઇજા

647

ગાંધીનગર તાલુકાના સરઢવ ગામ પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં અમદાવાદના કિશોરનું મોત થયું છે. અમદાવાદનો એક કિશોર અને તેના ફોઈનો દીકરો મળી કાંઠા ગામે હડકશા માતાજીના મંદિરે ભરાયેલા મેળામાંથી પરત ફરતા હતા ત્યારે વહેલી સવારે ૬ વાગ્યે અકસ્માત થયો હતો. આ સમયે ચાલતા-ચાલતા જતા પિતા અકસ્માત જોવા માટે ઉભા રહ્યાં તો પોતાનો જ પુત્ર ગંભીર હાલતમાં જોવા મળ્યો હતો.

અમદાવાદના મેઘાણીનગરમાં તેલીયા મીલની ચાલી ખાતે રહેતો ચિરાગ મનોજભાઈ દંતાણી મિત્રનું એક્ટિવા લઈને કલોલ કાંઠા ગામે ગયા હતા. આ સમયે તેના પિતા પણ ચાલતા-ચાલતા દર્શન માટે નીકળ્યા હતા. વિમલ અને ચિરાગ દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે સરઢવ ચાર રસ્તાથી મોટી આદરજ ગામ તરફ જતા રોડ પર એક ટેન્કર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બંને નીચે પટકાયા હતા.

ટેન્કરનો ચાલક ફરાર થઈ ગયો હતો. રોડ પર પટકાયેલા ચિરાગને બેઠો માર વાગ્યો હતો જ્યારે વિમલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, વિમલને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. ઘટનાને પગલે પેથાપુર પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતકના પિતાની ફરિયાદના આધારે ટેન્કર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અમદાવાદથી ચાલતા નીકળેલા વિનોદભાઈ ચુનારા (૪૯ વર્ષ) સવારે ૬ વાગ્યે સરઢવ પાસે પહોંચ્યા ત્યારે અકસ્માતની વાત સાંભળી હતી. તેઓ અકસ્માત જોય ગયા ત્યારે વિમલ ગંભીર હાલતમાં રોડ પર પડ્‌યો હતો. જ્યારે જેને પગલે તેઓ ખાગની વાહન પુત્ર લઈને સરઢવના રેવાબાઈ હોસ્પિટલમાં દોડ્‌યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં ગાંધીનગર સિવિલ લઈ ગયા હતા. જોકે, ગાંધીનગર સિવિલ પહોંચે તે પહેલાં ૧૫ વર્ષીય વિમલનું મોત થયું હતું.

Previous articleમહેસાણાઃ વાલમમાં ‘હથિયાઠાંઠુ’ની ઉજવણીમાં યુવકનું મોત
Next article૩પ૦૦ શિક્ષકોને બોર્ડે નોટિસ ફટકારી