મધ્યપ્રદેશના આદિવાસી કલાકારો દ્વારા સોમનાથ મહાદેવની સૂરઆરાધના

705

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મધ્યપ્રદેશના છીંદવાડાના કલાકારો દ્વારા તેઓના પારંપરિક લોકનૃત્યની પ્રસ્તુતિ કરી અનેરી અનુભૂતિ કરી હતી. આ નૃત્ય મધ્યપ્રદેશનું પ્રમુખ આદિવાસીનૃત્ય છે, તેઓ આ નૃત્ય રક્ષાબંધન-નૂતનવર્ષ સહિતના તહેવારોમાં ખુશીઓ વ્યક્ત કરવા પ્રસ્તુત કરે છે. આ નૃત્યમાં કલાકારો પાંચ વર્ષથી ચાળીસ વર્ષ સુધીના હોય છે. મધ્યપ્રદેશ વન્યવિસ્તાર આવેલ છે, સાથે  દેશપ્રેમની ભાવના પણ આ નૃત્યમાં દેખાઇ આવે છે. સોમનાથ મંદિરે આવતાં દર્શનાર્થીઓએ પણ આ લોકનૃત્યનો લહાવો લીધેલ હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ કલાકાર વૃંદને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Previous articlePNB કૌભાંડી નીરવ મોદીની સુરતની મિલકતો જપ્ત કરાશે
Next articleરાજ્યભરમાં કાળઝાળ ગરમી અકબંધ રહી : પારો હજુય ૪૪