રાજુલા નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઇ ઘાખડા બાદ આજે પ્રમુખ બાઘુબેન વાણિયાએ જિલ્લા કલેકટરને પદ પરથી રાજીનામું આપતા રાજુલા રાજકારણમાં આવ્યો છે. રાજુલા નગરપાલિકામાં છેલ્લા સવા વર્ષથી બધુ સખળ ડખળ ચાલી રહ્યું છે. પેલા અવિશ્વાસની દરખાસ્ત આવી પછી કોંગ્રેસના ૧૮ સભ્યો સસ્પેન્ડ થયા ત્યારે હવે ફરીથી રાજકારણમાં નવો વળાંક આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યોૅ છે. જાણવા મળતી વિગત મુજબ થોડા સમય પહેલા ંઉપપ્રમુખ છાત્રજીતભાઇ ઘાંખડાએ રાજીનામું આપ્યું હતું. બાદમાં આજે અંગત કારણોસર પાલિકા મહિલા પ્રમુખ બાઘુબેન બાલાભાઇ વાણિયાએ રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજીનામાં પત્રમાં માત્ર અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. વોર્ડ-૨ ના સભ્ય તરીકે સેવા આપશે. હાલ નગરપાલિકામાં ૯ સભ્યોનું ધારાસભ્ય જૂથ છે. જ્યારે ૧૮ સભ્યોનું બીજું જુથ છે. જે સત્તામાં છે ત્યારે આ જૂથના પ્રમુખે રાજીનામું આપતા હવે શું થાય છે તે જોવું રહ્યું. હવે નવા પ્રમુખની વરણીમાં બ્રહ્મસમાજ પ્રજાપતિ સમાજમાં સ્થાન આપવા માંગણી ઉઠી છે.