રાજુલા ધાતરવાડી (૨) ડેમમાં ફ્યુઝ ગેટ ચડાવાવ અને કાયમી ધોરણે પાણીની સમસ્યાનો ઉકેલ કરવા એક જ ઉપાય ડેમમાં ભરાઇ ગયેલ કાંપ કઢાવવા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને ચેમ્બર પ્રમુખ બકુલભાઇ વોરા દ્વારા ધારદાર રજુઆત કરાઇ હતી. રાજુલા અને જાફરાબાગદ બંને શહેરને તેમજ ૧૩ ગામોને પાણી ધાતરવડી ડેમમાંથી પાણી આપવામાં આવે છે. ત્યારે વિવિધ સમસ્યાઓ અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજુઆત કરવામાં આવી છે. રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઇ વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતું કે રાજુલાનો આ ધાતરવડી ડેમ છેલ્લા ઘણા વષોથી બનેલો છે. અહીં આ ડેમમાં સિંચાઇ અને પીવાનું પાણી અપાય છે. પણ આ ડેમમાંથી કાંપ નહી કાઢવામાં આવતા હાલ પાણીની સંગ્રહ શક્તિ ઘટી છે. પરિણામે ભારે હાડમારી પડે છે. તો બીજી તરફ લાખો રૂપિયાના ખર્ચે ફ્યુજ ગેટ આવેલા છે હાલ ધૂળ ખાઇ રહ્યા છે. આ ફ્યુજગેટ ચડાવવામાં નહીં આવતા તંત્રની ઘોર બેદરકારીથી આ પ્રશ્ન ઉકેલ થતો નથી. આ બંને પ્રશ્નો બાબતે પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી સિંચાઇ વિભાગ સહિતનાને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.