રાજુલા દેવકા વિદ્યાપીઠના પ્રેરક પૂ.ભાઇ રમેશભાઇ ઓઝાનો રાષ્ટ્ર જોગ સંદેશ, મતદાન તે એક કન્યાદાન સમાન છે, મુંબઇમાં કર્યું મતદાન. રાજુલા નજીક દેવકાના વતની વિશ્વ સંતની ઉપમા પામેલ અને વિખ્યાત દેવા વિદ્યાપીઠના પ્રેરક પૂજ્ય ભાઇજી એ મતદાન કરવા છેક મુંબઇ પહોંચી જનતાને એક રાષ્ટ્રીય સંદેશ આપ્યો કે મતદાન એક કન્યાદાન સરખું પૂણ્ય સમાન છે. અમો કથાકારો ગમે તે શાસ્ત્રના હોઇએ પણ અમારે સર્વે પ્રથમ રાષ્ટ્રપ્રેમ હાડોહાડ ભરેલો હોય જ તેમ જાતીવાદ છોડી પહેલા હિન્દુસ્તાની છું. તેવો સર્વેને ગર્વ હોવો જોઇએ. તેમ ચોથા તબક્કાની ચૂંટણીમાં મતદાન અધિકાર આપી સંદેશ આપ્યો હતો.