તળાજા ના મધુવન પાખી ચૌહાણ પરિવાર વર્ષો પુરાણી ઘેલાદાદા નુ મંદિર આવેલું છે કહેવાય છે કે સમુદ્ર નજીક પોળ મા ધીંગાણું ખેલાયુ હતું અને ઘેલાદાદા અને ખવી દાદા વીરગતિ પામ્યા હતા ત્યા સ્થાનક બનાવેલ અને અત્યારે સમગ્ર મધુવન પાખી ચૌહાણ પરિવાર દ્વારા મંદિર બનાવ્યું છે ત્યા સમગ્ર પરીવાર ના તેજસ્વી તારલાઓને ઈનામ થી નવાજવામાં આવ્યા હતા ૧થી કોલેજ સુધી ના વિધાર્થીઓ ને ટ્રોફી અને ગુલીસતો અને બુક સેટ આપી નવાજવામાં આવ્યા હતા અને તમામ પરીવાર ના કોઈ પણ ક્ષેત્રમાં જોબ કરતા હોય રિટાયર્ડ હોઈ તેવા અધિકારી પદાધિકારીઓ આગેવાનો ને બોલાવી જાહેર મા સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિશાળ મંડપમાં મહા યજ્ઞ ના પાટલા અને મુખ્ય યજમાન પદે મહા યજ્ઞ યોજાયો હતો દર વર્ષે ચૈત્ર મહિના મા અહી ઘેલાદાદા ના મંદિરે હવન યજ્ઞ યોજાઈ છે પરંપરા મુજબ આ વર્ષે પણ ચૈત્ર મહિના માં યજ્ઞ સહીત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા જીલ્લા અને ગુજરાત ભરના અને અન્ય રાજ્યોમાં વસતા ચૌહાણ પરિવાર ના વડીલો ભક્તો હાજર રહ્યા હતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એક સાથે સમગ્ર પરીવાર સાથે બેસીને પ્રસાદ નો લાભ લીધો હતો અને પાણી નહીં બગાડવા અને વ્યસન મુક્તિ માટે વડીલો એ યુવાનો ને સંપથ લેવડાવ્યા હતા સમગ્ર સમાજ સાધુ સંતો અને નેતાઓ હાજર રહી આયોજકો ને બિરદાવયા હતા આયોજકો દ્વારા રાત દિવસ મહેનત કરી પરીવાર ને એક તાતણે બાંધ્યો હતો.