સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્પસર ટ્રેનીંગ, ઇન્દોર (મધ્યપ્રદેશ)ના સહયોગથી તા.૨૭ ના રોજ લીડરશીપ મલ્ટીપ્લાયર એ વિષય પર મોટીવેશ્નલ સેમીનારનું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્ય વક્તા તરીકે સ્પેસર ટ્રેનીંગના ચીફ સ્પીકર જનકભાઇ મહેતાએ વક્તવ્ય આપેલ.
કાર્યક્રમનાં પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સુનિલભાઇ વડોદરીયાએ શાબ્દીક સ્વાગતની સાથે સાથે આજના સેમીનારની રૂપરેખા આપેલ. ચીફ સ્પીકર જનકભાઇ મહેતાએ તેમના વક્તવ્યમાં લીડરશીપનો કોન્સેપ્ટ લીડરશીપની ડેફીનેશન, જીવનમાં અગ્રગણ્ય લીડર કેમ બનવું, લીડર અને બોસ વચ્ચેનો તફાવત, લીડરશીપની જરૂરીયાત ક્યા અને ક્યારે પડે, આપણે લીડરની પસંદગી શું કામ કરીએ છીએ, લીડર્સ કેવી રીતે તૈયાર થાય, લીડરશીપ માટે શું લેવલ હોવું જોઇએ જેવા અનેક મુદ્દાઓ આવરી લઇ જણાવેલ કે, આજના સમયમાં દરેક ઇન્ડસ્ટ્રીમાં મેનેજરના બદલે એક લીડરની જરૂરીયાત છે. લીડરના કારણે કંપનીની પ્રગતિ થાય છે. તેઓએ લીડર અને મેનેજર વચ્ચેનો તફાવત સમજાવતા જણાવેલ કે લીડર બધા નિર્ણયો લઇ શકે છે. લીડરના કારણે કંપનીની પ્રગતિ થાય છે. આ બાબતમાં તેમણે ઘણી કંપનીઓના ઉદાહરણ પણ આપેલ. તેઓએ જણાવેલ કે લીડર હંમેશા ફોલોઅર્સ નહીં પણ લીડર જ પેદા કરે છે. કાર્યક્રમના અંતમાં ચેમ્બરના માનદ મંત્રી કિરીટભાઇ સોનીએ આભાર દર્શન કરેલ.