સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે તારીખ – ૨૨ થી તારીખ – ૨૭ દરમિયાન “સમર કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિવિધ ચાર્ટ, વેસ્ટમાંથી બેસ્ટ, ડાન્સ, ડ્રોઈંગ, યોગા, સ્પોકન ઈંગ્લિશ,પ્રોજેકટવર્ક વગેરે જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગોમાં અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને રોજે-રોજ જુદા-જુદા પ્રકારની માહિતી આપી વિદ્યાર્થીઓની રસ અને રૂચિને ધ્યાનમાં રાખી બાળકની અંદર રહેલ સુષુપ્ત શક્તિઓને ખીલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં સિહોર તાલુકાની વિવિધ શાળાનાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તથા ૨૭ નાં રોજ ‘સમર કેમ્પ’નું સમાપન કરવામાં આવ્યુ, આ દિવસે દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને શિક્ષકગણના વરદ હસ્તે ઈનામ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારના દરેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.