ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વેરા ઝુંબેશ ઘરવેરા ૧૦ ટકા રિબેટ યોજના તળેની તા.૧લી એપ્રિલથી તા.૨૯મી એપ્રિલ સુધીની આવક રૂા.૪૩ કરોડ જેવી રકમ થવા જાય છે. તેમ સેવાસદન ખાતે આસિ.કમિ.ફાલ્ગુનભાઇ શાહે એક વાતચીતમાં જણાવ્યું હતું. રિબેટ આપવાની યોજનાનો મંગળવારે તા.૩૦મીએ છેેલ્લો દિવસ છે તેમ જાણવા મળે છે. ઘરવેરો ભરવા રિબેટ યોજના તળેના દિવસોમાં આવો વેરો ભરવા લોકોનો સારા પ્રમાણમાં ધસારો રહ્યો હતો.